મકરસંક્રાતિ પર સૂર્યનું થશે શનિની રાશિમાં પ્રવેશ, આ રાશિના લોકોને થશે લાભ
સૂર્ય 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના દિવસે પોતાના પુત્ર શનિની રાશિ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશવા ની સાથે જ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ થશે.
આ પણ વાંચો : મિથુન રાશિના લોકોને નવા વર્ષમાં થશે બમ્પર લાભઃ આ ભુલો કરવાથી બચો
ગ્રહોના રાજા ગણાતા સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ એટલે મકરમાં 14 જાન્યુઆરી 2023એ પ્રવેશ કરશે. સૂર્યને સાહસ, આત્મા, પરાક્રમ તથા સ્વાસ્થ્ય વગેરેના કારક માનવામાં આવે છે.
સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે તો આ દિવસે આખા દેશમાં મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં આવશે.
સૂર્ય શનિના પિતા છે તેમ છતાં તેમના વચ્ચે શત્રુતાનો ભાવ રહેલો છે. તેથી શત્રુ ભાવ વાળા શનિ અને સૂર્ય એક જ ભાવમાં આવવાથી અનેક રાશિઓ પર તેનો પ્રભાવ પડશે.
આ પણ વાંચો : ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર
સૂર્ય દર વર્ષે એક વાર પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે અને એક મહિના સુધી તે જ રાશિમાં સ્થિર રહે છે. જાણો સૂર્યના પુત્ર શનિની રાશિમાં પ્રવેશવાથી કઇ રાશિઓને થશે લાભા-લાભો…
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય રાશિનું પરિવર્તન લાભકારક સિદ્ધ થશે. આ દરમિયાન તમને કરિયર અથવા વેપારમાં પ્રગતિના યોગ થશે. નસીબને આધીન કેટલાક કામ પૂરા થશે. સમાજમાં માન-સન્માન વધશે અને આવકમાં પણ વધારો થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનો શનિની રાશિમાં પ્રવેશ શુભ ગણાશે. આ સમયગાળામાં અપરણિતો માટે વિવાહ પ્રસ્તાવ આવી શકે છે. પરણિતોનું વૈવાહિક જીવન સુખદ રહેશે. યાત્રા પર જવાના યોગ બની રહ્યાં છે. આકસ્મિક ધન લાભના પણ યોગ બની રહ્યાં છે. જે વસ્તુની જરૂર હશે, તેની ઉપલબ્ધતા રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખૂબ જ શુભ રહેશે. એક મહિના સુધી તમારું કરિયર અને વેપાર સારો ચાલશે. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ દૂર થશે. ધન લાભના યોગ બનશે. આર્થિક મોરચે લાભ થશે અને માનસિક તણાવથી પણ મુક્તિ મળશે.