શનિની રાશિમાં આવશે સુર્યઃ આ રાશિઓને 30 દિવસ નહીં રહે પૈસાની તંગી
ગ્રહોના રાજા સુર્ય 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર શનિના સ્વામિત્વવાળી રાશિ છે અને સુર્ય શનિ દેવના પિતા છે. તેથી મકર રાશિમાં પિતા-પુત્રનો આ દુર્લભ સંયોગ કેટલીયે રાશિના જાતકો માટે મહત્ત્વનો માનવામાં આવે છે. આ બંને ગ્રહો વચ્ચે શત્રુતાનો ભાવ હોય છે. તેમ છતાં પણ સુર્ય-શનિ મકર રાશિમાં આવે છે તો કેટલીક રાશિના લોકોને શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે. હવે 14 જાન્યુઆરીએ રાતે 8.57 મિનિટે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સુર્યનું આ રાશિ પરિવર્તન કઇ રાશિને આપશે શુભ પરિણામ તે જાણો
વૃષભ રાશિ
સુર્યનુ શનિની રાશિમાં ગોચર વૃષભ રાશિના જાતકોને શુભ પરિણામ આપશે. આ ગોચર બાદ તમને કરિયર વેપારમાં લાભ થશે. ભાગ્યનો સાથ મળશે. આવકમાં વધારો થશે અને ધનના સ્ત્રોત વધશે. જોકે આ દરમિયાન શોર્ટકટથી પૈસા કમાવવાની ભુલ બિલકુલ ન કરશો.
મિથુન રાશિ
શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં સુર્યનુ આવવુ શુભ માનવામાં આવે છે. આગામી મહિના સુધી તમને કાર્ય-વેપારમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. ધનની પ્રાપ્તિના યોગ છે. નોકરિયાત જાતકોના કામની પ્રશંસા થશે. નોકરીમાં નવા અવસર મળશે. માનસિક તણાવથી છુટકારો મળશે.
કર્ક રાશિ
મકર રાશિમાં શનિનું ગોચર કર્ક રાશિ વાળાઓનો ભાગ્યોદય કરશે. કર્ક રાશિના જાતકોના દાંપત્યજીવનમાં પણ ખુશહાલી આવશે. લાઇફપાર્ટનર સાથે મનભેદો ઘટશે. અવિવાહિત જાતકોને લગ્નના યોગ છે. આકસ્મિક ધન પ્રાપ્તિના પણ યોગ છે. આગામી 30 દિવસ તમારી પાસે રુપિયા પૈસાની કમી નહી હોય. તમારી ઇચ્છાઓ પુર્ણ થશે.
મકર રાશિ
14 જાન્યુઆરીના રોજ સુર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં સુર્ય અને શનિનો સંયોગ આ રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે. તમારા જીવનમાં કેટલાક સારા પરિવર્તનો આવી શકે છે. આરોગ્ય સાથે જોડાયેલી જુની સમસ્યાઓ દુર થશે. લાંબા સમયથી ચાલી આવતી રુપિયા પૈસાની તંગી દુર થશે. રસ્તામાં આવતી બાધાઓ દુર થશે.
આ પણ વાંચોઃ યાત્રાધામ શામળાજીમાં પોષી પુનમે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું