નવરાત્રી બાદ નીચનો થશે સૂર્ય, જાણો જનમાનસ પર તેની શું અસર થશે?
- સૂર્ય હાલમાં કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે અને નવરાત્રી બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં સૂર્ય દુર્બળ બનશે
HD ન્યુઝ ડેસ્કઃ ગ્રહોનો રાજકુમાર સૂર્ય ચોક્કસ સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. સૂર્ય હાલમાં કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે અને નવરાત્રી બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં સૂર્ય દુર્બળ બનશે. નવરાત્રી 3જી ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર સુધી ચાલશે. 17 ઓક્ટોબરે સૂર્યનું તુલા રાશિમાં ગોચર થશે. તુલા રાશિમાં સૂર્યનું ગોચર દેશ દુનિયા તેમજ માનવજીવન પર અસર કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ સૂર્યનું તુલા રાશિમાં ગોચર લોકો માટે શુભ રહેશે નહીં.
જાણો સૂર્યના તુલા ગોચરનું કોને કેવું ફળ મળશે?
17 ઓક્ટોબર સવારે 07.52 મિનિટે સૂર્ય તુલા રાશિમાં ગોચર કરશે. સૂર્ય તુલા રાશિમાં પ્રવેશતાની સાથે જ નીચ અવસ્થામાં આવી જશે. આવી સ્થિતિમાં સૂર્યના પ્રભાવને કારણે લોકોનું એનર્જી લેવલ ઓછું રહેશે. હાડકાં કે ત્વચા સંબંધિત બીમારીઓ પરેશાન કરી શકે છે. નાણાંકીય જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. માનસિક તણાવ સામે લડવું પડે તેવી સ્થિતિ થઈ શકે છે. કામમાં અડચણો આવી શકે છે. એકંદરે આ ગોચર આર્થિક, માનસિક અને શારીરિક દૃષ્ટિથી શુભ નથી. આ સમયગાળા દરમિયાન સૂર્યને જળ અર્પણ કરવું તમામ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે.
સૂર્ય તુલા રાશિમાં કેટલો સમય રહેશે?
સૂર્ય લગભગ એક મહિના સુધી કોઈપણ રાશિમાં ગોચર કરે છે. આવી સ્થિતિમાં સૂર્ય 15 નવેમ્બર સુધી તુલા રાશિમાં રહેશે અને 16 નવેમ્બરે સવારે 07:41 કલાકે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.
તુલા છે સૂર્યની શત્રુ રાશિ
જ્યોતિષશાસ્ત્ર કહે છે કે સૂર્ય તુલા રાશિમાં અસહજતા અનુભવે છે અને શત્રુ રાશિ હોવાથી સકારાત્મક પરિણામ આપવામાં અસમર્થ છે.
આ પણ વાંચોઃ નવરાત્રીમાં ગુરૂ થશે વક્રી, આ રાશિઓનું જીવન બનશે ખુશહાલ