ટ્રેન્ડિંગધર્મ

Sun Transit 2023: રક્ષાબંધન પર સૂર્યના ગોચરથી ચાર રાશિને થશે લાભ

  • આજે સૂર્ય મઘા નક્ષત્ર છોડીને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે
  • આ સુર્ય ગોચર (Sun Transit 2023) રાત્રે 9.44 કલાકે થશે
  • સૂર્ય આ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે લોકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે

સૂર્ય ગોચર 2023: સૂર્ય 31મી ઓગસ્ટે પોતાનું નક્ષત્ર બદલશે. સૂર્ય અત્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. જેના કારણે સતત વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણ ખુશનુમા બની રહ્યુ છે. 31 ઓગસ્ટે સૂર્ય મઘા નક્ષત્ર છોડીને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સુર્ય ગોચર (Sun Transit 2023) રાત્રે 9.44 કલાકે થશે. જ્યોતિષશાસ્ત્રમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી શુક્ર માનવામાં આવે છે. એટલા માટે જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે લોકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. ચાર રાશિના જાતકોને સુર્ય ગોચરથી વિશેષ લાભ મળવાની આશા છે.

Sun Transit 2023: રક્ષાબંધન પર સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી થશે ચાર રાશિને લાભ hum dekhenge news

વૃષભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

જે નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરી રહ્યો છે તેમાં શુક્રનું શાસન છે, તેથી વૃષભ રાશિના લોકોને પણ સકારાત્મક પરિણામ મળશે. વૃષભ રાશિના લોકોના પરિવારમાં પરસ્પર સંવાદિતા વધશે અને પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો પહેલા કરતા ઘણા સારા થશે. તમારી કારકિર્દીમાં પણ વિશેષ સફળતા મળશે અને તમે સફળતાની સીડીઓ ચઢશો. જે લોકો પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને તમને મોટો લાભદાયી સોદો મળી શકે છે.

Sun Transit 2023: રક્ષાબંધન પર સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી થશે ચાર રાશિને લાભ hum dekhenge news

મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મિથુન રાશિના જાતકોને સૂર્યના આ ગોચરથી ઘણો ફાયદો થવાની આશા છે. જો તમે કોઇ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. તમને અચાનક પૈસા મળી શકે છે. જો તમે વેપાર કરશો તો આ ગોચરની અસરથી તમને સારો નફો મળશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને પણ આ ગોચરથી ફાયદો થશે. તમને એકથી વધુ સ્ત્રોતોમાંથી પૈસા મળશે. સૂર્યના આશીર્વાદથી તમારી સંપત્તિમાં વધારો થશે અને આ સમયે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. જો કે, આ સમયે તમારે ખર્ચ પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

Sun Transit 2023: રક્ષાબંધન પર સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી થશે ચાર રાશિને લાભ hum dekhenge news

કર્ક પર સૂર્ય ગોચરની અસરો

સૂર્યનું આ ગોચર કર્ક રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન લાવશે. જો તમે નોકરી માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમને સફળતા ચોક્કસ મળશે. આ સમયે તમે જે પણ કામ હાથમાં લેશો, તેમાં તમને ફાયદો થશે. આ તમારા માટે સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે. સાવધાની રાખવાથી તમે જે પણ કામ મહેનતથી કરશો તેમાં તમને ઇચ્છિત પરિણામ મળશે. બીજી તરફ, તમને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. નહિંતર, તમારું કરેલુ કામ બગડી શકે છે.

Sun Transit 2023: રક્ષાબંધન પર સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી થશે ચાર રાશિને લાભ hum dekhenge news

વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર ઘણું ફળદાયી સાબિત થઈ શકે છે. તમને બિઝનેસમાં સફળતા મળશે અને ભાગ્ય તમારો સાથ આપશે. સમાજમાં તમારું સ્થાન બનશે અને તમને વિશેષ સન્માન મળશે. કાર્યસ્થળમાં તમે જે પણ નવું કરશો, તમને તમારા બોસ તરફથી વખાણ સાંભળવા મળશે. જો તમે તમારો વ્યવસાય કરો છો તો આ સમયે તમને વધુ સારું વળતર મળવાની અપેક્ષા છે. તમારી કારકિર્દી સુધરશે અને તમને જે જોઈએ છે તે મળશે. તમારા કરિયરમાં આગળ વધવા માટે તમારે આ સમયે કેટલાક મોટા નિર્ણયો લેવા પડી શકે છે. આ નિર્ણયોમાં તમને સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી નેતૃત્વ ક્ષમતા વધશે.

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર રાશિ પ્રમાણે તમારી બહેનને ભેટ આપવાથી થશે ફાયદો…

Back to top button