સૂર્ય-બુધની વૃશ્ચિક રાશિમાં યુતિ, આ ચાર રાશિઓ માટે બનશે ફળદાયી
- સૂર્ય વૃશ્ચિક રાશિમાં જાય ત્યાર બાદ બુધ સાથે યુતિ બનાવશે. સૂર્ય અને બુધની યુતિનો પ્રભાવ કેટલીક રાશિઓ પર સકારાત્મક પડશે
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયે પોતાની રાશિ બદલે છે. ગ્રહ ગોચરના પ્રભાવથી મેષથી લઈને મીન સુધી તમામ 12 રાશિ પર અસર થાય છે. નવેમ્બર મહિનામાં દેવ દિવાળી બાદ સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં જાય ત્યાર બાદ બુધ સાથે યુતિ બનાવશે. સૂર્ય અને બુધની યુતિનો પ્રભાવ કેટલીક રાશિઓ પર સકારાત્મક પડશે. બુધ-સૂર્યની યુતિ ત્રણ રાશિઓ માટે લાભકારી રહેશે. જાણો આ રાશિઓ વિશે.
સૂર્યનું વૃશ્ચિક ગોચર
ગ્રહોનો રાજા સૂર્ય મંગળની રાશિ વૃશ્ચિકમાં 16 નવેમ્બરે સવારે 07:41 કલાકે પ્રવેશ કરશે. આ પછી 15 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે.
વૃશ્ચિક રાશિમાં સૂર્યના ગોચરની અસર
તુલા
સૂર્ય અને બુધનો યુતિ તુલા રાશિના જાતકો પર ખૂબ જ શુભ પ્રભાવ પાડશે. તમને આ સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે. તમને તમારા કરિયરમાં પ્રગતિ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થઈ શકે છે.
વૃશ્ચિક
સૂર્ય વૃશ્ચિક રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે. વૃશ્ચિક રાશિના વેપારીઓને સૂર્ય અને બુધના સંયોગથી લાભ થશે. અટકેલા નાણા પાછા મળી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ સારો સમય છે. શારીરિક સમસ્યાઓથી તમને રાહત મળશે.
મકર
બુધ અને સૂર્યનો સંયોગ મકર રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમયગાળામાં જમીન, મકાન અને વાહનની ખરીદી થવાની સંભાવના છે. માતા-પિતાના સહયોગથી આર્થિક લાભ થઈ શકે છે. ઉદ્યોગપતિઓ માટે સારો સમય આવી રહ્યો છે.
કુંભ
વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને બુધની યુતિ કુંભ રાશિના લોકોને આર્થિક લાભ કરાવશે. નોકરીમાં પ્રમોશન અથવા આવકમાં વૃદ્ધિની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. આર્થિક સમૃદ્ધિ રહેશે અને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
આ પણ વાંચોઃ શુક્રદેવ આ ત્રણ રાશિઓને બનાવશે ધનવાન, ખુલશે ભાગ્યનો પટારો
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy