મોંઘવારીએ માજા મુકી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. દેશભરમાં મોંઘવારીને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીએ દૂધની બે પ્રોડક્ટ ઉપર ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમુલ શક્તિ અને અમુલ ગોલ્ડના ભાવમાં વધારો કરાયો છે.
થોડા સમય પહેલા અમુલ દ્વારા ભાવ વધારો કરાયા બાદ સુમુલે પણ ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમુલ શક્તિ 58 રૂપિયા લીટર જ્યારે અમુલ ગોલ્ડ 64 રૂપિયા લીટર થયું છે.. પશુ આહારમાં થયેલા ભાવવધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરાયો. તો બીજી તરફ લોકો પર વધુ એક મુશ્કેલીનો માર પડ્યો છે. સુમુલ દ્વારા પશુપાલકોને કિલો ફેટે 10 રૂપિયાનો ભાવવધારો અપાયો છે. સુરત શહેરમાં રોજનું 12 લાખ લીટર દૂધનું વેચાણ. સુરતવાસીઓ પર ભાવવધારાનો વધુ એક માર પડ્યો છે.
તો બીજી બાજુ લોકોને એક રાહતના સમાચાર પણ મળ્યા છે. લાંબા સમયથી મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હવે મોટી રાહત મળી છે. મહિનાના પહેલા દિવસે એટલે કે 1 સપ્ટેમ્બર, 2022ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેમના ગ્રાહકોને મોટી રાહત આપતા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ