કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્ની ભૂરીએ ભાંડો ફોડ્યો, કહ્યું- આ શોમાં બધું સ્ક્રિપ્ટેડ હોય છે!


મુંબઈ, 13 ફેબ્રુઆરી 2025: સુમોના ચક્રવર્તી દ ગ્રેટ ઈંડિયન કપિલ શોની ત્રીજી સીઝનમાં દેખાઈ નહીં તો કેટલીય અટકળો વહેતી થઈ હતી. કપિલના શોમાં કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્ની ભૂરી સુમોનાની હંમેશા મજાક ઉડાવવામાં આવી હતી. હવે એક ઈન્ટરવ્યૂ દરમ્યાન સુમોનાએ આ શોમાં બધું સ્ક્રિપ્ટેડ હોય છે એમ જણાવતા એમ કહેતા તેણે ઉમેર્યુ હતુ કે તે લાઈન્સ ગોખીને જતી, કેમ કે તેને કોમેડી કરતા નથી આવડતું.
એક્ટિંગ કરતી હતી સુમોના
સ્મોલ ટાઉન્સ બિગ સ્ટોરીઝની યૂટ્યૂબ ચેનલ પર સુમોનાએ જણાવ્યું કે, તેને કોમેડી કરવામાં ભારે મહેનત કરવી પડી. તે જણાવે છે કે મારુ પોતાનું પર્સનલ સેંસ ઓફ હ્યૂમર છે. પણ તે પર્સનલ સેંસ ઓફ હ્યૂમર આ શોને સૂટ નથી કરતું. તે અહીં નથી ચાલતું. એટલા માટે મારા માટે તે એક એક્ટિંગ જ હતી. તેને કરવામાં ઘણો સમય લાગતો.
લાઈનો ગોખીને રાખતી સુમોના
સુમોનાએ જણાવ્યું કે, અમને સ્ક્રીપ્ટ મળતી હતી. હું એ લોકોમાં હતી જે પેન અને પેપર લઈને બેસતી હતી. હાઈલાઈટ કરતી હતી. વાંચતી હતી અને વર્ડ ટૂ વર્ડ ગોખતી હતી, કારણ કે પંચલાઈન હોય છે. સાથે જ કપિલની લાઈન્સ પણ યાદ રાખતી હતી. કારણ કે ટાઈમિંગ ખૂબ જરુરી છે.
કપિલથી નારાજ હતી સુમોના
સુમોના કપિલના શોની ત્રીજી સીઝનનો ભાગ નથી. તે સમયે ઈન્ટરનેટ પર કેટલીય ચર્ચાઓ થવા લાગી. ચર્ચા હતી કે સુમોના રોમાનિયામાં ખતરો કે ખિલાડીનું શૂટિંગ કરી રહી હતી અને કપિલે ત્રીજી સીઝન અનાઉન્સ કરી દીધી અને સુમોનાને બતાવ્યું પણ નહીં. આ વાતે સુમોના નારાજ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: તમિલ સુપરસ્ટાર કમલ હાસન રાજ્યસભામાં જાય તેવી શક્યતા, આ પાર્ટીના સપોર્ટથી બની શકે છે ઉમેદવાર