નેશનલ

માનહાનિના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ, જાણો શું છે મામલો

કર્ણાટકમાં પૂર્ણ બહુમતની સરકાર બન્યા બાદ કોંગ્રેસ છાવણીમાં ખુશીની લહેર છે, પરંતુ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ દળ પર આપેલા નિવેદનોના સંદર્ભમાં સંગરુરની જિલ્લા અદાલતે તેમને સમન્સ પાઠવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેને કોર્ટે સમન્સ પાઠવ્યું

કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરુર કોર્ટે માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યું છે. ખડગે પર કર્ણાટક ચૂંટણી દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. RSS સંલગ્ન વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળને પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સરખામણી કરવાના મામલે સમન્સ મોકલવામાં આવ્યું છે.

ચૂંટણી ઢંઢેરામાં અપમાનજનક ટીપ્પણીને લઈને વિવાદ

હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે તેમની સામે 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર મામલો તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અને ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધને લઈને છે. ‘બજરંગ દળ હિન્દુસ્તાન’ નામના સંગઠનના પ્રમુખ હિતેશ ભારદ્વાજની ફરિયાદને પગલે સંગરુર જિલ્લા અદાલતે કોંગ્રેસ અધ્યક્ષને સમન્સ પાઠવ્યું છે. સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરની કોર્ટે ખડગેને 10 જુલાઈએ સમન્સ પાઠવ્યા છે. અરજદારે જણાવ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેના ઢંઢેરામાં બજરંગ દળની તુલના અલ કાયદા જેવા રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી હતી.

મલ્લિકાર્જુન ખડગે -humdekhengenews

જાણો ખડગેએ શું કહ્યું હતું

મહત્વનું છે કે વરિષ્ઠ ડિવિઝન ન્યાયાધીશ રમનદીપ કૌરે આ મામલે ખડગેને 10 જુલાઈના રોજ સંગરુર કોર્ટમાં બોલાવ્યા છે. હિતેશ ભારદ્વાજે માહિતી આપી છે કે કોંગ્રેસે તેના ઢંઢેરામાં બજરંગ દળનું નામ લઈને “લઘુમતી સમુદાયો પ્રત્યે દુશ્મનાવટ અથવા નફરતને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું હતું.

PM મોદીએ કર્યા હતા પ્રહાર

અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, કોંગ્રેસે તેના ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો તે સરકાર બનાવશે તો તે PFI અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે. મલ્લિકાર્જુ ખડગેનું આ વાક્ય ચર્ચાનો વિષય બન્યો હતો. અને ભાજપે આ મામલે ઘણી જગ્યાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જાહેર સભાઓ દરમિયાન બજરંગ બલીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય, ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ

Back to top button