ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માનહાની કેસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને સમન્સ

Text To Speech
  • થાણે મેજિસ્ટ્રેટ કોર્ટનું કોંગ્રેસના દિગ્વિજય સિંહને સમન્સ.
  • કોર્ટે દિગ્વિજય સિંહને 20મી નવેમ્બરે હાજર રહેવા કહ્યું.

દિગ્વિજય સિંહને RSSના પૂર્વ સરસંઘચાલક પરના ટ્વિટને લઈને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. મુંબઈ નજીકના થાણેના આરએસએસ સ્વયંસેવક વિવેક ચાંપાનેરકરે ભૂતપૂર્વ આરએસએસ વડા ગોલવલકર ગુરુ વિરુદ્ધ તેમની અપમાનજનક ટ્વિટર પોસ્ટ માટે કોંગ્રેસના નેતાને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ થાણે મેજિસ્ટ્રેટ કોર્ટે માધવરાવ ગોલવલકરની કથિત રીતે બદનક્ષી કરતી તેમની ટિપ્પણી પર આરએસએસ કાર્યકર વિવેક ચાંપાનેરકર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસના સંબંધમાં કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહને સમન્સ જારી કર્યું છે. કોર્ટે સિંહને 20મી નવેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

 

શું ટ્વિટ કરી હતી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે?

દિગ્વિજય સિંહ દ્વારા કથિત બદનક્ષીભરી પોસ્ટ 8 જુલાઈ, 2023ના રોજ અપલોડ કરવામાં આવી હતી. ચાંપાનેરકરની નોટિસ, વકીલ આદિત્ય મિશ્રા દ્વારા મોકલવામાં આવી હતી, જેમાં જણાવાયું છે કે દિગ્વિજય સિંહે નફરત ફેલાવવા અને સામાન્ય માણસની નજરમાં RSSને બદનામ કરવા અને અનુસૂચિત જાતિના મનમાં RSS વિરુદ્ધ નફરત અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે આ પોસ્ટ કરવામાં આવી છે.

અગાઉ મિશ્રાએ કહ્યું હતું કે ‘સોશિયલ મીડિયા પોસ્ટે RSS સંગઠનને ખૂબ બદનામ કર્યું છે અને તેને અંગત રીતે ઊંડી ઈજા પહોંચાડી છે, તેથી સિંહ સામે માનહાનિની ​​કલમો હેઠળ સજાપાત્ર ગુના માટે કાર્યવાહી થઈ શકે છે અને સજા થઈ શકે છે.’

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થામે મેજિસ્ટ્રેટ કોર્ટે આજે માનહાનિના કેસના સંબંધમાં કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહને સમન્સ જારી કર્યું છે. કોર્ટે સિંહને 20મી નવેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ વધુ પાંચ દિવસ લંબાયો

Back to top button