- કાશ્મીર અને કેરળ જેવા સ્થળો વધારે આકર્ષિત કરે છે
- વિવિધ પરિબળોને કારણે 20 ટકા ખર્ચ વધ્યો
- લોકોએ આયોજન કરવાની શરૂઆત કરી દીધી
ગુજરાતીઓ માટે ઉનાળુ વેકેશન પ્રવાસ મોંઘા થશે. જેમાં હવે ઉનાળુ વેકેશન આવ્યું છે. જેમાં પ્રવાસ માટે કાશ્મીર, કેરળ અને હિમાચલ ફેવરિટ બન્યા છે. તેમાં વિવિધ પરિબળોને કારણે 20 ટકા ખર્ચ વધ્યો છે. તેથી વેકેશન પ્રવાસ મોંઘા થશે. તેમજ ડોમેસ્ટિક ટૂરની સાથે જ વિદેશ પ્રવાસ માટે સિંગાપોર-યુરોપની ઇન્ક્વાયરી વધારે છે. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન શરૂ થવાની તૈયારી છે.
આ પણ વાંચો: સુરત: સુવર્ણ જ્વેલર્સમાં ગઠિયો રૂ.12.14 લાખના દાગીના ચોરી ગયો
બજેટ પ્રમાણે અને ઉનાળાની સિઝનને અનુકૂળ હોય તેવા સ્થળોની પસંદગી
સ્કૂલોમાં ઉનાળુ વેકેશન શરૂ થવાની તૈયારી છે ત્યારે સુરતીલાલાઓમાં વેકેશનના પ્રવાસ માટે ઉત્સાહ, ઉમંગ દેખાઇ રહ્યા છે. પોતાના બજેટ પ્રમાણે અને ઉનાળાની સિઝનને અનુકૂળ હોય તેવા સ્થળોની પસંદગી કરી રહ્યા છે. સુરતીઓએ ટ્રાવેર્લ્સ એજન્ટો પાસે અલગ-અલગ ડેસ્ટિનેશન માટેની ઇન્ક્વાયરી અને બુકિંગ શરૂ કરાવી રહ્યા છે. ડોમેસ્ટિક ટૂરની વાત કરીએ કાશ્મીર, કેરળ, કુલ્લુ, મનાલી, નેપાળ માટેની ઇન્ક્વાયરી મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે, જ્યારે વિદેશમાં દુબઇ, સિંગાપોર અને યુરોપની ઇન્ક્વાયરી નીકળી છે.
પહેલાં જ સુરતીઓએ આયોજન કરવાની શરૂઆત કરી દીધી
ખાવા, પીવા અને હરવા-ફરવાના શોખીન સુરતીઓ ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન પર પરિવાર સાથે પ્રવાસનો કાર્યક્રમ કરતા હોય છે. કોરોનાને લીધે બે વર્ષ સુધી તમામ સ્થળો પર પ્રતિબંધ હોવાથી લોકો ટૂર માટે નીકળી શક્યા નહોતા. જોકે એક વર્ષથી પરિસ્થિતિ સામાન્ય થઇ છે ત્યારે ફરીથી ટૂર્સ અને ટ્રાવેલ્સના આયોજનો સુરતીઓ કરી રહ્યા છે. ચાલુ વર્ષે પણ સ્કૂલોમાં બે અઠવાડિયા બાદ ઉનાળુ વેકેશન શરૂ થઇ જશે તેની પહેલાં જ સુરતીઓએ આયોજન કરવાની શરૂઆત કરી દીધી છે.
આ પણ વાંચો: સુરત: લોન કેન્સલ કરવાના નામે એજેન્ટે લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
સામાન્ય રીતે કાશ્મીર અને કેરળ જેવા સ્થળો લોકોને વધારે આકર્ષિત કરે છે
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સને ત્યાં કયા સ્થળે જવું, બજેટ કેટલું રહેશે અને કેવી સુવિધાઓ મળશે સહિતની તમામ ઇન્ક્વાયરી શરૂ કરી છે. ઉનાળામાં સામાન્ય રીતે કાશ્મીર અને કેરળ જેવા સ્થળો લોકોને વધારે આકર્ષિત કરે છે તેમ આ બે સ્થળોની સારી ઇન્ક્વાયરી થઇ રહી છે, તે સિવાય કુલ્લુ, મનાલી, નેપાળ, શ્રીલંકા, દુબઇ, સિંગાપોર અને યુરોપ માટે પણ ઇન્ક્વાયરી શરૂ થઇ છે. જોકે, આ વર્ષે ટૂર્સ પેકેજમાં 20 ટકા સુધીના વધારા માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે. ટૂર્સ ઓપરેટર્સનું કહેવું છે કે પ્રવાસ સાથે જોડાયેલી તમામ સેવાઓનો ખર્ચ વધતા પેકેજની કિંમત વધી છે.