અમદાવાદમા ગ્રીષ્મા હત્યાકાંડ! એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરિણીતાને ઝીંક્યા છરીના ઘા
રાજ્યમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી દ્વારા પ્રેમીકા પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ હજુ તો કોઈને ભુલાયો નથી ત્યારે તેના જેવી જ વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણીતાના ગળા પર છરીના ઘા ઝીંક્યા છે.
અમદાવાદમાં ગ્રીષ્મા જેવો બનાવ
મળતી માહીતી મુજબ અમદાવાદના સરદારનગરમાં ગ્રીષ્મા જેવો બનાવ સામે આવ્યો છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરી ઝીંક્યા છે. જેના કારણે પરણિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ આ પરિણીતાની સારવાર ચાલી રહી છે. ત્યારે આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા સરદારનગર પોલીસ અહી દોડી આવી હતી. અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
પ્રાપ્ત વિગતો મુજબ યુવતી તેના પતિથી થોડા સમયથી અલગ પોતાના પિયરમાં રહેતી હતી. આ દરમિયાન તેની આ યુવક સાથે ઓળખાણ થઇ હતી. યુવક પરણિતાના એક તરફી પ્રેમમાં હતો. જેથી તે તેને પામવા માગતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંંતુ પરિણીતાના પરિવારે લગ્નનો કરવા ઈન્કાર કરતા આરોપીએ યુવતી પર છરી વડે હુમલો કર્યો છે. પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચો : સુરતનો લાલબત્તી સામાન કિસ્સો ! ચીકું ખાતા-ખાતા બાળકને મળ્યું મોત