એજ્યુકેશનગુજરાત

સરકારી વાણિજ્ય કોલેજમાં સમર ઇન્ડક્શન વર્કશોપનું આયોજન, 13 કોલેજના વિદ્યાર્થીઓ જોડાયાં

Text To Speech

ગાંધીનગરઃ સરકારી વાણિજ્ય કોલેજ સેક્ટર-15 ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા ઇનોવેશન ક્લબ અંતર્ગત એક દિવસીય સમર ઇન્ડક્શન વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ગાંધીનગર જિલ્લાની કુલ 13 કોલેજોમાં ઇનોવેશન ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં કોડિનેટસૅ અને અને વિદ્યાર્થીઓને તાલીમ અને શિક્ષણ માટે સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે વર્કશોપનું આયોજન કર્યું હતું.

ધારાસભ્ય શંભુજી ઠાકોરે વિદ્યાર્થીઓને સરકારના વિવિધ અભિયાન અને પ્રોજેક્ટ જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, આત્મનિર્ભર ભારત વગેરેમાં ઇનોવેશન કેવી રીતે ઉપયોગી થઈ શકે તે વિશે માહિતી આપી હતી. એમ.નાગરાજને વિદ્યાર્થીઓને આપણી આસપાસના વિષયના પ્રશ્નોના નિરાકરણ માટે કેવી રીતે ઇનોવેશન ઉપયોગી થઇ શકે તે વિશે વક્તવ્ય આપ્યું હતું તેમજ નારાયણ માધુએ વિદ્યાર્થીઓને ઇનોવેશન દ્વારા રોજગારીની તકો કેવી રીતે ઉભી કરી શકાય તે વિશે વક્તવ્ય આપ્યું હતું.

ગુજકોસટની ટીમ તરફથી કિંજલબેન ટ્રેનરે વિદ્યાર્થીઓને ખૂબ જ રસપૂર્વક તમામ કીટનું નિદર્શન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પણ રસ દાખવીને સમગ્ર કીટ વિશે જ્ઞાન મેળવ્યું હતું. આ વર્કશોપમાં 13 કોલેજના કુલ 68 વિદ્યાર્થીઓ અને કોર્ડીનેટરે તાલીમ લીધી હતી. આ ઇનોવેશન ક્લબના પ્રથમ તબક્કાની તાલીમ હતી. સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગરના આચાર્યશ્રી ડૉ. એ.એન.સુતરીયાએ સમારંભમાં ઉપસ્થિત મહેમાનો, 13 કોલેજોના કો-ઓર્ડીનેટર અને વિદ્યાર્થીઓનું શાબ્દિક અભિવાદન તેમજ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કોલેજને ઇનોવેશનની કીટ આપવા બદલ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ વર્કશોપના આયોજનથી વિદ્યાર્થીઓમાં પોતાના વિચારોને એક પ્રોડક્ટ બનાવવા સુધી પહોંચાડવા તેમજ રોજગારીની તકો ઊભી થાય એ હેતુસર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા આ સમર ઇન્ડક્શન વર્કશોપ સફળતાપૂર્વક કરવા માટે પૂરો સાથ સહકાર આપ્યો હતો.

આ સમારંભમાં અધ્યક્ષ સ્થાને શંભુજી ઠાકોર, માનનીય ધારાસભ્ય ગાંધીનગર; અતિથિ વિશેષ તરીકે એમ. નાગરાજન, આઇ.એ.એસ, ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર તેમજ નારાયણ માધુ, સંયુક્ત કમિશનર, ઉચ્ચશિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button