ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુખવિંદર સિંહ સુખુના શિરે હિમાચલનો તાજ, આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ

Text To Speech

સુખવિંદર સિંહ સુખુના હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનશે. હિમાચલના નવા મુખ્યમંત્રી તરીકે સુખવિંદરના નામ પર ફાઈનલી મહોર લાગી ગઈ છે. જ્યારે પ્રતિભાસિંહના હાથમાં કંઈ આવ્યું નથી. આવતીકાલે સવારે 11 વાગ્યે સુખવિંદર સિંહ સુખુ હિમાચલના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે.

સુખવિંદર સુખુએ ગાંધી પરિવારનો આભાર માન્યો

હિમાચલના ભાવિ સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે હું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાજ્યની જનતાનો આભાર માનું છું. અમારી સરકાર પરિવર્તન લાવશે, હિમાચલ પ્રદેશના લોકોને અમે જે વચનો આપ્યા છે તે પૂરા કરવાની જવાબદારી મારી છે. આપણે રાજ્યના વિકાસ માટે કામ કરવાનું છે.

મુકેશ અગ્નિહોત્રી ડેપ્યુટી સીએમ બનશે

કોંગ્રેસના નિરીક્ષક ભૂપેશ બઘેલે કહ્યું કે હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી દીધી છે. મુકેશ અગ્નિહોત્રી હિમાચલના ડેપ્યુટી સીએમ હશે. આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ થશે.

Back to top button