બોલિવૂડ અભિનેત્રી સાથે સંબંધ ધરવનાર સુકેશ ચંદ્રશેખર જેલમાં પણ નથી રહેતો સીધો
બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સંબંધના કારણે અને કરોડોની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હાલમાં તિહાર જેલમાં બંધ સુકેશ ફરી એકવાર જેલની સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરતો જોવા મળ્યો છે. સુકેશ તિહાર જેલની હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ દ્વારા જેલની બહાર પોતાના મેસેજ મોકલતો હતો. ગુરુવારે સુપ્રીમ કોર્ટે સુકેશના વકીલને કહ્યું છે કે, જેલની અંદર તેમના અસીલને કોઈ અડશે નહીં. આ સાથે, કોર્ટે સુકેશની દિલ્હીની બહારની જેલમાં શિફ્ટ કરવાની માંગ કરતી અરજીને 13 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે.
સુકેશ ચંદ્રશેખરના આ મની લોન્ડરિંગ કેસમાં EDએ બોલિવૂડ એક્ટ્રેસ અને એક્ટ્રેસ જેકલીન પર પણ સકંજો કસ્યો હતો. ત્યારથી, જેકલીન વિવાદાસ્પદ કારણોસર લાંબા સમયથી ચર્ચામાં છે. જણાવી દઈએ કે મામલાના ખુલાસા બાદ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખર જેકલીન પર પાણીની જેમ પૈસા ઉડાવતો હતો.
હાલમાં જ સુકેશના અંગે એવા અહેવાલો છે કે જેલ નંબર ત્રણમાં સ્થિત એક મોટી હોસ્પિટલમાં કામ કરતો નર્સિંગ સ્ટાફ આ આરોપમાં પકડાયો હતો. જેના પર સુકેશને ટેકો આપવાનો આરોપ છે. આ મામલો 2-3 દિવસ પહેલાનો છે. જેમાં તેની સાથે કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ટીએસપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નથી.
હાલ મામલો તિહાર જેલના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. તિહાર જેલના ડીજી સંદીપ ગોયલે જણાવ્યું કે, સુકેશ પાસેથી કેટલાક પેપરો લેવા બદલ નર્સિંગ ઓર્ડલીની ધરપકડ કરવામાં આવી છે. જેલના સૂત્રો પાસેથી મળેલી માહિતીમાં તે કહે છે કે, નર્સિંગ સ્ટાફ આ કાગળો સુકેશ પાસેથી લેતો હતો અને પીરાગઢીમાં કોઈને આપતો હતો અને ત્યાંથી તે મેસેજ લઈને સુકેશ સુધી પહોંચાડતો હતો.