જેકલીનના જન્મદિવસે સુકેશે જેલમાંથી મોકલ્યો Love Letter, કાર્ડ પર કવિતા લખીને વ્યક્ત કર્યો પ્રેમ!
જેકલીન ફર્નાન્ડિસ તેનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીનું નામ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ ઠગ સુકેશચંદ્ર સાથે જોડાયેલું છે. જેકલીન સુકેશને ડેટ કરતી હતી અને હવે તેના જન્મદિવસ પર સુકેશે તેને જેલમાંથી બર્થડે કાર્ડ અને ભેટ મોકલી છે.
જેલ મેન્યુઅલ મુજબ પેન અને કાગળ આપવામાં આવે છે. જેલમાંથી સુકેશ જેકલીન માટે સતત લેટર લખી રહ્યો છે. સુકેશે જેકલીન માટે હાથથી બનાવેલું કાર્ડ મોકલ્યું છે. આના પર સુકેશે અભિનેત્રી માટે કવિતા લખી છે અને ડ્રોઇંગ પણ કર્યું છે.
સુકેશે જેકલીન માટે શેર લખ્યો
સુકેશે લખ્યું- ‘દુનિયામાં મારી સૌથી પ્રિય જેકલીન, ઝાડમાં હજારો ફૂલો ખીલે છે, પરંતુ તેમાંથી એક ખાસ છે. જિંદગીમાં હજારો યાદ આવે છે, પણ એક ખાસ છે. જે હૃદયને સ્પર્શે છે અને પ્રેમમાં પાગલ બનાવી દે છે. આજે પહેલીવાર મેં ભગવાન પાસે કંઈક માંગ્યું છે. તેમની સામે માથું ઝૂકાવ્યું છે. હું દુનિયાની બધી ખુશી તારા પગમાં મૂકી દઈશ. હું તારા બધા દુ:ખ લઈશ હું તારા દરેક સ્વપ્ન અને દરેક ઇચ્છાને પૂર્ણ કરું.
જેકલીનને સુકેશ પહેલા પણ લેટર લખી ચુક્યો છે
સુકેશે લેટરમાં જેકલીનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. સુકેશના વકીલ અનંત મલિકના જણાવ્યા અનુસાર, તેણે અલગ-અલગ બાબતો પર એક વર્ષમાં ઓછામાં ઓછા 25-30 પત્રો લખ્યા છે. આમાંથી કેટલાક જેકલીનને પણ લખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સલમાન ખાને આ કારણોથી બનાવી હતી જેકલીનથી દૂરી
‘સુકેશ એક ક્રિએટિવ માણસ છે’
અનંત મલિકે કહ્યું કે સુકેશ એક ક્રિએટિવ માણસ છે. તેનું લેખન પહેલા પણ ચર્ચામાં રહ્યું છે અને ચર્ચામાં રહે છે. તેનો લખવાનો એક અંદાજ છે.