ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

મોર્નિંગ News બુલેટિનમાં વાંચો લગાન અને જોધા અકબરના આર્ટ ડિરેક્ટરની આત્મહત્યા, અમદાવાદમાં જીવલેણ અકસ્માત, વર્લ્ડકપમાં શું નવાજુની….

‘લગાન’ અને ‘જોધા અકબર’ના આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી
નીતિન ચંદ્રકાંત દેસાઈનો મૃતદેહ કર્જતના એનડી સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.સ્ટુડિયોના સ્ટાફના જણાવ્યા અનુસાર,નીતિનએ રાતે 3 વાગ્યે આત્મહત્યા કરી હતી. કર્જત મુંબઈથી લગભગ 65 કિમી દૂર છે. છેલ્લાં 20 વર્ષથી આ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશન છે.2005માં એનડી સ્ટુડિયો કર્જતમાં બનાવવામાં આવ્યો હતો. આ એનડી સ્ટુડિયોમાં ‘મંગલ પાંડે- ધ રાઇઝિંગ’નું સૌથી પહેલા શૂટિંગ થયું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યાં હતાં. ‘વૉન્ટેડ’, ‘બોડીગાર્ડ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘કિક’ જેવી સલમાન ખાનની દરેક મોટી ફિલ્મનું શૂટિંગ અહીં થયું છે.

ART DIRECTOR-humdekhengenews

અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતા એકનું મોત
અમદાવાદના મકરબા વિસ્તારમાં આજે વહેલી સવારે બિલ્ડીગની દિવાલ ધરાશાયી થતાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. વહેલી સવારે દુર્ઘટના સર્જાતા કાટમાળની નીચે એક યુવક દટાયો હતો. જેથી આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે. જે બાદ ફાયરની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયરની ટીમ દ્વારા દટાયેલા યુવકને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખૂબ મહેનત કરવા છતાં ફાયરની ટીમ કાટમાળની નીચે દટાયેલા યુવકને બચાવી શકી ન હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હરિયાણાના નૂંહ, ગુરુગ્રામ,પલવલમાં સતત ત્રીજા દિવસે તણાવતણાવ
હરિયાણાના નૂંહમાં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામાને પગલે સતત ત્રીજા દિવસે તણાવ વધી રહ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે પણ અહીં કર્ફ્યુ ચાલુ રહેશે. સોમવારે રમખાણો ફાટી નીકળ્યાં બાદ નૂંહમાં સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે, પરંતુ આજુબાજુના જિલ્લાઓમાં હિંસક ઘટનાઓ વધી છે. નૂંહ, ગુરુગ્રામ, પલવલ જિલ્લામાં હાલ તણાવ છે. નૂંહને અડીને આવેલા ગુરુગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત અને મહેન્દ્રગઢ જિલ્લામાં કલમ 144 લાગુ છે. 4 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છે. ગુડગાંવ-પલવલમાં મંગળવારે મોડી રાત સુધી ઘણી જગ્યાએ આગચંપી થઈ હતી.આ સિવાય રેવાડી જિલ્લાના ધવાનામાં એક સમુદાયની ઝૂંપડીઓ સળગાવી દેવામાં આવી હતી. બાવલ નગરમાં કેટલાક બદમાશોએ તોડફોડ કરી અને માર માર્યો. નૂંહ સહિત આ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

hariyana-humdekhengenews

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં વરસાદ માટે આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાતમાં સાઇક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની આગાહી કરી છે. જેથી આગામી 5 દિવસ સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં પણ વધુ સ્પેલમાં વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

અરવલ્લી જિલ્લામાં કન્જક્ટિવાઇટિસ રોગનો પગપેસારો
ગુજરાતભરમાં કન્જક્ટિવાઇટિસ રોગના કેસો સતત વધી રહ્યા હોવાથી ચિંતાજનક સ્થિતિ બની છે.આ તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં હવે કન્જક્ટિવાઇટિસ રોગના કેસોમાં વધારો જોવા મળ્યો છે.મળતી વિગતો મુજબ મેઘરજની આશ્રમ શાળામાં એકસાથે 39 વિદ્યાર્થીને કન્જક્ટિવાઇટિસ રોગની અસર જોવા મળી છે. જેને લઈ તમામ બાળકોને મેઘરજ હોસ્પિટલમાં મોકલી તપાસ કરાઇ હતી.આશ્રમ શાળાના તમામ વિદ્યાર્થીને આંખમાં દુખાવો અને આંખો લાલ થવાની ફરિયાદ હતી. જેને લઈ તમામ બાળકોની મેઘરજ હોસ્પિટલમાં તપાસ કરાઇ છે. આ તરફ તપાસ કર્યા બાદ તમામને ડ્રોપ અને ટેબ્લેટ સહિત ચશ્મા અપાયા હતા. જોકે હવે કન્જક્ટિવાઇટિસ રોગને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

અરવલ્લી

‘સિગ્નેચર બ્રિજ’ની 92% કામગીરી પૂર્ણ થઈ ગઈ
ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે રૂ. 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રિજ’ બનવા જઇ રહ્યો છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના માટે દરિયાઇ બાર્જ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભા કરવામાં આવ્યા છે. આ બ્રિજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે, જે દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઇ ત્યારથી આજ દિન સુધીમાં આ બ્રિજની 92 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર 2023ના અંત સુધીમાં આ બ્રિજ પૂર્ણ થાય તેવી તૈયારી છે.

બ્રીજ

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂઆત
5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની ટીમના મેચને લઈને મોટા આપડેટ સામે આવ્યા છે. જેમાં 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે બળાબરના પરખા થશે. જો કે, એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ એ. અટકળોની આંધી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો 14 ઓક્ટોબરે બાબર આઝમની ટીમ સાથે થશે તે સ્પષ્ટ થયું છે.

Back to top button