ડીસા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સુસાઈડ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
- ડીસા તાલુકા હેલ્થ કચેરી દ્વારા શાળાના બાળકોને PPT પ્રોજેકટ અંતર્ગત સુસાઈડ અવરનેશ અને આરોગ્ય સમજ સવિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ડીસા: ડીસા અર્બન હેલ્થ સેન્ટર-2 દ્વારા સરદાર પટેલ હાઈસ્કુલમાં ટેલી માનસ સંદર્ભે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે નિમિત્તે ડીસા સિવિલ હોસ્પિટલમાંથી આવેલ મનોચિકિત્સક ડો. આનંદભાઈ બારોટ દ્વારા PPT પ્રોજેક્ટર દ્વારા બાળકોને સુસાઇડ અવેરનેસ અને આરોગ્ય સમજ અંગે સવિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે ટેલી માનસ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે જીવનના દરેક તબક્કે હકારાત્મક અભિગમ રાખવો ખૂબ જ જરૂરી છે.
ભાગદોડ થી ભરેલ મારા જીવનમાં રોજબરોજ લોકોએ સામાજિક, આર્થિક સહિત અનેક પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવા સમયે વ્યક્તિ માનસિક તાણનો અનુભવ કરતો હોય છે ત્યારે જો કોઈ યોગ્ય સમયે મદદ મળી જાય તો જીવન બચી જાય અને એવા સમયે માનસિક સ્વાસ્થ્ય સૌની પ્રાથમિકતા છે તેમણે સરકાર દ્વારા ચાલતા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે 24 કલાક અને નિઃશુલ્ક ટેલિફોન/મોબાઈલ કાઉન્સેલિંગ સેવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અર્બન હેલ્થ ઓફિસર ડો . તેજપાલસિંહ ચાવડા , અર્બન સુપરવાઈઝર હરિસિંહ ચૌહાણ તેમજ વોર્ડ -5 MPHW રવિભાઈ જોષી તેમજ સરદાર પટેલ શાળાના આચાર્ય નાનજીભાઈ ખડોસણ સહિત શિક્ષકોએ હાજરી આપી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં ફરી મેઘમહેરની આગાહીઃ જાણો ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?