ટ્રેન્ડિંગવર્લ્ડ

તુર્કીના સંસદ ભવન નજીક આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ

Text To Speech
  • તુર્કીના સંસદ ભવન નજીક આતંકી હુમલો, હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ.

તુર્કીની સંસદ નજીક આત્મઘાતી હુમલો થયો છે. તુર્કીના ગૃહ મંત્રાલયે આ હુમલાને ‘આતંકવાદી હુમલો‘ ગણાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે સંસદની નજીક બે આતંકીઓ હતા. તેમાંથી એકને સુરક્ષા દળોએ પતાવી દિધો છે અને બીજાએ બોમ્બ વડે પોતાની જાતને જ ઉડાવી દીધી હતી. તુર્કીમાં આ હુમલો સંસદ સત્રની શરૂઆત પહેલા થયો હતો. હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે

સ્થાનિક મીડિયા અનુસાર બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેઓ સ્થળ પર તપાસ કરી રહ્યા છે. બોમ્બ સ્ક્વોડ વિસ્તારની તપાસ કરી રહી છે. સંસદ નજીક આતંકી હુમલા બાદ આ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસની ટીમ પણ આ વિસ્તારની તપાસમાં વ્યસ્ત છે. ઘટનાસ્થળે મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી છે. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

 

વિસ્ફોટ સંસદની શરૂઆતના થોડા કલાકો પહેલા થયો

તુર્કીના ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આજે રવિવારે તેમના મંત્રાલયની નજીક એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટક વિસ્ફોટ કર્યો હતો. બીજો હુમલાખોર પોલીસ સાથેના ગોળીબારમાં માર્યો ગયો. મંત્રી અલી યેર્લિકાયાએ જણાવ્યું હતું કે તુર્કીની રાજધાની અંકારામાં હુમલા દરમિયાન બે પોલીસ અધિકારીઓને થોડી ઈજા થઈ હતી. આ હુમલો ઉનાળાની રજા બાદ સંસદ ફરી શરૂ થવાના કલાકો પહેલા થયો હતો.

આ પણ વાંચો: અફઘાન દૂતાવાસે આજથી ભારતમાં કામકાજ કર્યું બંધ

Back to top button