પાકિસ્તાનમાં ફિદાઈન હુમલો: 5 ચીની એન્જિનિયરોના નીપજયાં મૃત્યુ
- ચીની નાગરિકોના કાફલા પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો
- હુમલામાં એક પાકિસ્તાની ડ્રાઈવર પણ માર્યો ગયો
પેશાવર (પાકિસ્તાન), 26 માર્ચ: ચીનની ખૂબ નજીક ગણાતા દેશ પાકિસ્તાનમાં આજે મંગળવારે ચીની નાગરિકો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આત્મઘાતી બોમ્બ હુમલામાં ચીનના પાંચ નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાનના એક ટોચના પોલીસ સૂત્રમાંથી મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે ચીની નાગરિકોના કાફલા પર હુમલો કર્યો હતો, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો અને પાંચ લોકો માર્યા ગયા હતા. હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
Breaking news: Chinese engineers killed in suicide bomb attack: Pakistan police pic.twitter.com/Cju1JSvzV8
— AnilKhatri🇮🇳 (@anilkhatri005) March 26, 2024
વિસ્ફોટકો ભરેલા વાહન સાથે અથડામણ
પ્રાદેશિક પોલીસ વડા મોહમ્મદ અલી ગાંડાપુરે જણાવ્યું હતું કે, આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ચીની એન્જિનિયરોના કાફલાને ટક્કર મારી હતી. તમામ ચીની એન્જિનિયર ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુમાં તેમના કેમ્પ તરફ જઈ રહ્યા હતા.
હુમલામાં એક પાકિસ્તાની ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું
મોહમ્મદ અલી ગાંડાપુરે વધુમાં જણાવ્યું કે, આ હુમલામાં પાંચ ચીની નાગરિકો અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા હતા. દાસુમાં મોટો ડેમ છે અને આ વિસ્તારમાં પહેલા પણ આવા હુમલા થયા છે. આ પહેલા વર્ષ 2021માં એક બસમાં થયેલા વિસ્ફોટમાં 9 ચીની નાગરિકો સહિત 13 લોકોના મૃત્યુ થયા હતા.
આ પણ જુઓ: જર્મની બાદ અમેરિકાએ CM કેજરીવાલની ધરપકડ અંગેનો મુદ્દો ઉઠાવ્યો, જાણો શું કહ્યું