દિવાળી પાર્ટીમાં સુહાના ખાને પહેરી સાડી : ફેન્સે કહ્યું- તે અસલ દીપિકા પાદુકોણ જેવી લાગે છે.
સુહાના ખાન દિવાળીની પાર્ટીમાં સાડીમાં જોવા મળી હતી.શનિવારે મુંબઈમાં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં તેણે સાડી પહેરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. જ્યારે તેણે તેના લુક માટે ચાહકો અને મિત્રો તરફથી પ્રશંસા પણ મળી હતી. આ ઉપરાંત સુહાનાના માતાપિતા શાહરૂખ ખાન અને ગૌરી ખાને પણ તેની પુત્રીની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : કૃતિ સેનને હોસ્ટ કરી દિવાળી પાર્ટી : બોલિવૂડ સ્ટાર્સનો થયો જમાવડો, જુઓ તસવીરો
સુહાના ખાને પહેરેલી સાડીનો ફોટો તેણે પોતાનાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં સુહાનાએ સ્પેગેટી-સ્ટ્રેપ બ્લાઉઝ સાથે પોઝ આપ્યો હતો, જ્યારે તેણીની સીક્વીન બેઝ સાડીનો પલ્લુ પકડ્યો હતો. તેણે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને પણ ટેગ કર્યા છે.
સુહાનાની પોસ્ટ પર શાહરૂખ ખાનનું રિએક્શન
તેની તસવીરો પર પ્રતિક્રિયા આપતા ગૌરી ખાને લખ્યું કે, સાડીઓ ખૂબ જ timeless છે. આ ઉપરાંત શાહરૂખ ખાને કોમેન્ટમાં લખ્યું, “બાળકો જે ઝડપ સાથે મોટા થાય છે, સમયની ખબર નથી હોતી…. ખૂબ જ સુંદર. અને શાહરૂખ ખાને પૂછ્યું હતું કે શું આ સાડી તે જાતે પહેરી છે? ” તેના જવાબમાં સુહાનાએ ખુલાસો કર્યો હતો કે ના…તેની માતા ગૌરી ખાને તેને સાડી પહેરવામાં મદદ કરી હતી. આ દરમિયાન અન્ય ઘણી સેલિબ્રિટીઓએ પણ કોમેન્ટ કરી છે. સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડેએ તેને લખ્યું, “તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.” મસાબા ગુપ્તાએ સુહાનાને ‘સુંદર’ કહી, જ્યારે શ્વેતા બચ્ચન નંદાએ લખ્યું, ‘સુંદર’. તેની બેસ્ટી શનાયાએ લખ્યું, “તારી પાસેથી મારી આંખો દૂર કરી શકતી નથી.”
View this post on Instagram
ચાહકોએ તેની સરખામણી દીપિકા સાથે કરી
સુહાના ખાને મનીષ મલ્હોત્રાના ઘરે તેના મિત્રો- અનન્યા પાંડે, નવ્યા નવેલી નંદા, શનાયા કપૂર અને જાહ્નવી કપૂર સાથે પાર્ટી કરી હતી. તેના કેટલાક પાપારાઝી વીડિયો ઓનલાઈન સામે આવ્યા પછી, ઘણા ચાહકોએ તેને દીપિકા પાદુકોણ કહી. એક ચાહકે લખ્યું, “તું આગલી દીપિકા પાદુકોણ છે” જ્યારે બીજા ચાહકે કહ્યું, “તે ડીપી જેવી લાગે છે.” અન્ય એક પ્રશંસકે લખ્યું, “એક સેકન્ડ માટે મને લાગ્યું કે તે દીપિકા છે.”
સુહાના ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જે નેટફ્લિક્સ પર આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં જાનવી કપૂરની બહેન ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ છે.