શેરડીનો રસ હેલ્થ માટે બેસ્ટ, પરંતુ થોભો! તેના માટે પણ છે નિયમો
- શેરડીના રસમા ઈલેક્ટ્રોલાઈટ્સ પોટેશિયમ હોય છે. તે પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. શેરડીના રસને સ્પોર્ટ્સ ડ્રિંકની જેમ ઉપયોગમાં લઈ શકાય છે
શેરડીનો રસ એકદમ દેશી ડ્રિંક કહી શકાય. ઉનાળામાં તે પીવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ ડ્રિંક હેલ્થ માટે બેસ્ટ છે, પરંતુ તે પીતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક ગ્લાસ શેરડીના રસમાં ફાઈબરની માત્રા 13 ગ્રામ હોય છે. તેમાં 183 કેલરી અને 50 ગ્રામ શુગર હોય છે. જો તમે ગરમીમાં શરીરને ઠંડું રાખવા માટે કોઈ ડ્રિંક લેવા ઈચ્છતા હો તો શેરડીનો રસ બેસ્ટ ઓપ્શન છે.
હાઈડ્રેટિંગ ડ્રિંક
શેરડીના રસમાં ઈલેક્ટ્રોલાઈટ્સ પોટેશિયમ હોય છે. તે પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. શેરડીના રસને સ્પોર્ટ્સ ડ્રિંકની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. એક્સર્સાઈઝ બાદ લાગતા થાકને દૂર કરવા માટે શેરડીનો રસ પી શકાય છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે, જેના કારણે મસલ્સમાં એનર્જી રીસ્ટોર થાય છે.
એન્ટીઓક્સિ઼ડ્ન્ટથી ભરપૂર
શેરડીનો રસ અનપ્રોસેસ્ડ હોવાના કારણે એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેમાં ફેનોલિક અને ફ્લેવેનોઈડ એન્ટીઓક્સિડન્ટ હોય છે. જેના કારણે આ હેલ્ધી ડ્રિંક છે. તે પીવાથી કેન્સરની શક્યતાઓ પણ ઘટે છે.
લિવર માટે હેલ્ધી
શેરડીના રસમાં પોટેશિયમ હોય છે. તે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સને મેઈન્ટેન રાખે છે. તેનાથી લિવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે. કમળો થાય ત્યારે શેરડીનો રસ પીવાની સલાહ અપાય છે.
ડાઈજેશન મજબૂત કરે છે
શેરડીના રસમાં થોડી માત્રામાં ફાઈબર હોય છે. તે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તેના કારણે શરીરમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની કમી થતી નથી અને કબજિયાતની સમસ્યા પણ સતાવતી નથી.
કિડની માટે પણ ફાયદાકારક
શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમની માત્રા નહીંવત હોય છે, તેથી તે કિડની માટે પણ હેલ્ધી છે. તેને પીવાથી કિડની મજબૂત થાય છે. તે યુરિનને પાસ કરવામાં પણ મદદ કરે છે.
શેરડીનો રસ પીવાના ફાયદા
- શેરડીનો રસ પીવાથી શરીર ઠંડું રહે છે
- વેઈટલોસ માટે પણ મહત્ત્વનું ડ્રિંક છે
- મેટાબોલિઝમ વધારવાની સાથે આંતરડાની હેલ્થને પણ સ્વસ્થ રાખે છે
ડાયાબિટાસના દર્દીઓ ન પીવે
શેરડીનો રસ પીવો ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે. તેમાં રહેલી શુગરની માત્રા બ્લડ શુગર લેવલને અચાનક વધારી શકે છે. તેથી તેને પીવાનું અવોઈડ કરવું જ યોગ્ય છે.
શેરડીનો રસ પીવાની સાચી રીત
- શેરડીનો રસ પીવાનો સાચો સમય સાંજ પહેલાનો છે
- રાતના સમયે શેરડીનો રસ ક્યારેય ન પીવો જોઈએ
- ફ્રેશ શેરડીનો જ રસ પીવો
- શેરડીના રસમાં થોડુ આદુ અને નારિયેળ પાણી મિક્સ કરીને પીવો તો તે ડિટોક્સ ડ્રિંક બની શકે છે.
આ પણ વાંચોઃ રશ્મિકા મંદાનાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મૃત્યુના મુખમાંથી બહાર આવી