ઈન્ટરનેટ ફ્રીમાં ચાલશે ! તમારા ફોન પર આ App ડાઉનલોડ કરો, રિચાર્જ વિના OTT મૂવીઝ અને શોઝ ફ્રીમાં જુઓ
SugarBox એક ઓપન ક્લાઉડ સેવા છે, જે દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું કામ કરે છે. આ App શ્રેષ્ઠ સેવા છે. જેમાં તમે મફતમાં OTT એપ્સનો આનંદ માણી શકશો. SugarBox એ એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ છે. જેની મદદથી તમે ઇન્ટરનેટ વગર OTT એપ્સનો ઉપયોગ કરી શકશો. તેમજ શોપિંગથી લઈને અન્ય ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.
કેવી રીતે વાપરવું
- SugarBox App એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
- આ પછી મોબાઈલ ફોનની ઈન્ટરનેટ કનેક્ટિવિટી બંધ કરવી પડશે.
- ત્યારબાદ તમારે SugarBox એપની Wi-Fi કનેક્ટિવિટી ચાલુ કરવી પડશે.
- આ પછી SugarBoxને Wi-Fi સાથે કનેક્ટ કરવું પડશે.
- આ પછી તમે હાઈ ક્વોલિટીના મ્યુઝીક અને શોનો ફ્રીમાં આનંદ માણી શકશો.
- આ Appનો ઉપયોગ સ્માર્ટ ટીવી, લેપટોપ પર કરી શકાય છે.
ફ્રીમાં Wi-Fi ચલાવી શકશે
SugarBox વાઇ-ફાઇ સેવા કોમન સર્વિસ સેન્ટર દ્વારા એક્સેસ કરવામાં આવી રહી છે. તેને હાઇપરલોકલ એજ ક્લાઉડ ટેકનોલોજી સોલ્યુશન આપવામાં આવશે. આ સેવા દેશમાં શરૂ કરવામાં આવી છે. આ Wi-Fiની રેન્જ 100 મીટર છે. જેના કારણે યુઝર્સ ઇન્ટરનેટ વગર OTT એપ્સનો આનંદ માણી શકશે. ઉપરાંત, આ સેવાની મદદથી, તમે ગેમિંગ અને સોશિયલ મીડિયાનો આનંદ માણી શકશો.
ફ્લાઈટ કનેક્ટિવિટી મળશે
આ સેવા ઘણા ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, ઇન-ફ્લાઇટ સેવા પણ આપવામાં આવી રહી છે. જેના કારણે તમે ગામડાં અને ફ્લાઈટમાં હજારો ફૂટની ઊંચાઈએ ઈન્ટરનેટ સેવાનો આનંદ માણી શકશો. ઉપરાંત, તે પર્વતીય વિસ્તારો માટે એક મહાન સેવા બની શકે છે. આ સેવા શિક્ષણ ક્ષેત્ર માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.