સીઝનલ ફ્લૂથી પરેશાન છો? આ ઘરેલુ ઉપાયથી ઈમ્યુનિટી વધારો, ઝડપથી થશો સાજા
- મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. 3 સરળ ઘરેલુ ઉપાયો વિશે જાણો, જે તમને સીઝનલ ફ્લૂથી દૂર રહેવામાં મદદ કરશે
HD ન્યુઝ ડેસ્કઃ વરસાદની ઋતુમાં શરદી, ઉધરસ અને તાવના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ઝડપથી સીઝનલ રોગોનો શિકાર બને છે. આ દિવસોમાં વૃદ્ધો અને બાળકોના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય ખાનપાન અને જીવનશૈલીની સાથે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ અસરકારક સાબિત થઈ શકે છે, જેના દ્વારા હેલ્ધી રહી શકાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. 3 સરળ ઘરેલુ ઉપાયો વિશે જાણો, જે તમને સીઝનલ ફ્લૂથી દૂર રહેવામાં મદદ કરશે.
3 ઘરગથ્થુ ઉપચાર રોગપ્રતિકારક શક્તિ વધારશે
આદુ અને મધનું સેવન
આદુ અને મધ બંને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા છે. આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. તમે ગરમ પાણીમાં આદુ અને મધ મિક્સ કરીને પી શકો છો.
લસણનું સેવન
લસણમાં એલિસિન હોય છે, જે એક શક્તિશાળી એન્ટિબાયોટિક છે. તે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. તમે લસણને કાચું ખાઈ શકો છો અથવા તેને તમારા શાકભાજીમાં ઉમેરી શકો છો.
હળદરનું દૂધ
હળદરમાં કર્ક્યુમિન હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે. તે શરીરમાં રહેલા સોજાને ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રોજ સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
આ બાબતોનું પણ રાખો ધ્યાન
- દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી
- નિયમિત કસરત શરીરને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
- તણાવ રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. યોગ, ધ્યાન અને પ્રાણાયમથી તણાવ ઓછો કરો
- ફળો, શાકભાજી, કઠોળ, અનાજ વગેરેનું સેવન કરો
- વારંવાર હાથ ધોવાથી સંક્રમણનું જોખમ ઘટે છે
આ પણ વાંચોઃ ડાયાબિટીસના દર્દીઓ આનંદો! આર્ટિફિશિયલ સ્વીટનર્સથી નથી ખતરો, ભારતમાં થયું રિસર્ચ