સિદ્ધપુર ખાતે રૂ.41.68 કરોડના ખર્ચે તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત
પાટણ 20 જાન્યુઆરી 2024 : પાટણના સિદ્ધપુર નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રૂ.41.68 કરોડના ખર્ચે તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પાટણના સિદ્ધપુરના વડીયાપુરા ખોલવાડા ગામે ગટરોનાં પ્રશ્નોના હલ માટે રૂ.41.68 કરોડના ખર્ચે તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. નગરપાલિકાની કાર્યાન્વિત ભૂગર્ભ ગટર સુધારણાની જીયુડીસી-ગાંધીનગર અમલીકૃત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સિધ્ધપુર શહેરની અને વિકસીત વિસ્તારની ઉભરાતી ગટરના પ્રશ્નનોનો હલ આવશે. આ પ્રોજેકટથી શુદ્ધિકરણ બાદનાં પાણીનાં પુનઃ વપરાશ માટેની તકો ઉભી કરી શકાશે, જેના કારણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ બનશે. જેમાં કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં વડોદરા દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે કાર્યકમ પૂર્વે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.
જેમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ નગરપાલિકા સોનલબેન ઠાકર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, આગેવાન વિક્રમસિંહ ઠાકોર, જયેશભાઈ પંડ્યા, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે, મનીષભાઈ પ્રજાપતિ, શંભુભાઈ દેસાઈ, નગરપાલિકાના કોર્પોરેટર અને અધિકારીઓ, મામલતદાર, સરપંચ ખોલવાડા, સંગઠનના હોદ્દેદારો, ખોલવાડાના આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તમે ઘરે બેઠા-બેઠા પણ જોઈ શકો છો, જાણો કેવી રીતે?