પાલનપુર માર્કેટયાર્ડમાં અચાનક ભીષણ આગ લાગી, અનેક દુકાનો બળીને ખાખ


પાલનપુર, 20 ફેબ્રુઆરી 2024 બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગને કારણે અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
View this post on Instagram
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટયાર્ડમાં આગ લાગવાથી ત્યાંની દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગની ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગને કાબુમાં લીધી હતી.
લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું
નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે. આ આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાખ થઇ ગઇ એમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃડીસામાં એક જ દિવસમાં બે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા