રાત્રે અચાનક ફોન રાડો પાડવા લાગ્યો, મને ચાર્જમાંથી કાઢો…આવું કેમ થયું?
- ફોન જેમ જૂનો થતો જાય છે તેમ બેટરીની ક્ષમતા ઘટતી જાય છે
- તમે 45-75ના નિયમને ચાર્જ કરતી વખતે ફોલો કરો
- બેટરીને 20% કે તેથી વધુ નીચે જાય તેની પહેલા ચાર્જ કરી લેવો
- ફોનને વારંવાર ચાર્જ કરવાથી સમય જતાં ફોનની બેટરી ખતમ થઈ જાય છે
- બેટરીનું સ્તર 80% થી 100% ની વચ્ચે હોય ત્યારે અનપ્લગ કરો
સ્માર્ટ ફોન આજ કાલ બધાની સામાન્ય જરૂરાત બની ગઈ છે. દરેક ઘરમાં જેટલા સદસ્ય નહી જોવા મળતા હોય તેનાથી વધુ મોબાઈલ નજરે જોવા મળતા હશે. પણ શું તમે તમારા સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ કરો છો? પરંતુ શું તમને ફોનનો કાળજીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો, બેટરી કેવી રીતે બચાવવી, કેટલી વાર ચાર્જ કરવો? તેના વિશે જાણ નથી તો આવો જાણીએ કે તમારા ફોનને કઈ રીતે ચાર્જ કરવો જોઈએ અને કઈ નાની નાની ભૂલોનું ધ્યાન રાખવું જોઈએ.
સામાન્ય રીતે ચાર્જિંગ કરતી વખતે કરેલી નાની ભૂલ ખુબ જ મોંગી પડી જતી હોય છે. તો આવો જાણીએ કે આવી ભૂલો ના થાય તેના માટે ફોન ચાર્જ કરતી વખતે ક્યા નિયમોનું પાલન કરવું જોઈએ.
જો ફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય તો યુઝર્સ મુશ્કેલીમાં મુકાય છે. જેમ જેમ ફોન જૂનો થતો જાય છે તેમ તેમ બેટરીની ક્ષમતા પણ ઘટતી જાય છે. જો તમે આ સાવચેતીઓનું પાલન કરો છો, તો તમે ફોનની બેટરી બચાવી શકો છો. જ્યારે ચાર્જિંગની વાત આવે છે.. જ્યારે પણ બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે આપણે આપણી આસપાસ ચાર્જર ગોતતા હોઈએ છીએ. અને ઘણા લોકો ફોનને ચાર્જ કર્યા પછી તરત જ બહાર કાઢી લે છે.
તમે જોશો કે તમારા ફોનની બેટરી 20% હશે ત્યારે જ ફોન પર ‘લો બેટરી’ એલર્ટ દેખાશે. એટલે કે તે પહેલા ફોનને આરામથી ઓપરેટ કરી શકાય છે. આ સિવાય તમે 45-75ના નિયમને પણ ફોલો કરી શકો છો. ફોનને વારંવાર ચાર્જ કરવાથી સમય જતાં ફોનની બેટરી ખતમ થઈ જાય છે. આ પૃષ્ઠભૂમિમાં, અમે એક દિવસમાં ફોનને કેટલી વાર ચાર્જ કરવો તે સમજાવી રહ્યા છીએ. બેટરીને 20% કે તેથી વધુ નીચે જવાની મંજૂરી આપશો નહીં. અને બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો. જ્યારે બેટરીનું સ્તર 80% થી 100% ની વચ્ચે હોય ત્યારે અનપ્લગ કરો. તમારા ફોનને 100% બેટરી લેવલ પર લાંબા સમય સુધી ન રાખો.
આ રીતે ચાર્જ કરવાથી વધુ ચાલશે ફોનની બેટરી
આ સંદર્ભમાં, નિષ્ણાતો 20-80 નિયમનું પાલન કરવાની ભલામણ કરે છે. 20 એટલે કે જ્યારે બેટરી 20% ખાલી હોય, ત્યારે તેને ચાર્જ કરતી રાખવી જોઈએ. અને જ્યારે 80 નો અર્થ 80% થાય ત્યારે ચાર્જિંગ દૂર કરવું યોગ્ય છે. તેનો અર્થ એ કે, જો તમારો ફોન દિવસમાં બે વાર 20% સુધી પહોંચે છે, તો તમારે તેને માત્ર બે વાર ચાર્જ કરવાની જરૂર છે. તમે જોશો કે તમારા ફોનની બેટરી 20% હશે ત્યારે જ ફોન પર ‘લો બેટરી’ એલર્ટ દેખાશે. એટલે કે તે પહેલા ફોનને આરામથી ઓપરેટ કરી શકાય છે. આ સિવાય તમે 45-75ના નિયમને પણ ફોલો કરી શકો છો.
આ પણ વાંચો:Samsungના આગામી ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોનની વિગતો સામે આવી, આ મહિને લોન્ચ કરાશે