શેર બજારમાં એકાએક તોફાની તેજી: સેન્સેક્સ 1436 પૉઈન્ટ ઉછળીને બંધ રહ્યો, રોકાણકારોની બલ્લે-બલ્લે
નવી દિલ્હી, 2 જાન્યુઆરી, નવા વર્ષમાં શેરબજારમાંથી સારા રિટર્નની અપેક્ષા છે. સ્થાનિક શેરબજારોમાં નવા વર્ષની શરૂઆત શાનદાર રહી છે. છેલ્લા 3 મહિનાથી ઘટાડાનું સાક્ષી રહેલા બજારોમાં હવે નવા વર્ષના પ્રથમ બે સત્રમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે સતત બીજા દિવસે પણ શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે નવા વર્ષના બીજા દિવસે સેન્સેક્સ 1436 પોઈન્ટના વધારા સાથે 79,943ની સપાટીએ બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 445 પોઈન્ટની તેજી સાથે 24,188ના લેવલ પર બંધ થયો છે.
શેરબજારમાં નવા વર્ષની પાર્ટી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. સેન્સેક્સ આજે 1436 સંખ્યામાં ભારે વધારો થયો હતો. નિફ્ટી પણ 1.5 ટકા ઉછળીને 24,150ને પાર કરી ગયો. જેના કારણે આજે શેરબજારના રોકાણકારોએ રૂ. 6 લાખ કરોડની સુંદર આવક કરી છે. શેરબજારમાં આજનો ઉછાળો ચારે તરફ હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ અનુક્રમે 0.89 ટકા અને 0.68 ટકાના વધારા સાથે બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ પણ આજે લીલા નિશાનમાં બંધ થયા છે.
આજે નિફ્ટી પર ઓટો ઈન્ડેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 2% અને ઓટો ઈન્ડેક્સ લગભગ 4% વધ્યા હતા આ ઉપરાંત બજાજ ફાઈનાન્સ, સુંદરમ ફાઈનાન્સ શેર પ્રાઈસ જેવા નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસના એક્સ-બેંક શેરને પણ બજારમાં ભારે ટેકો મળ્યો હતો. કેટલાક મહિનાઓ પછી શેરબજારમાં આવેલા આ જંગી ઉછાળા પાછળ ઘણા કારણો હતા. સૌ પ્રથમ તો વૈશ્વિક બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકન ફ્યુચર્સ માર્કેટ વર્ષના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ડાઉ ફ્યુચર્સમાં 200 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
આ પણ વાંચો..શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું: સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો ઉછાળો