એર ઈન્ડિયાની દિલ્હી-સિડની ફ્લાઈટમાં અચાનક આંચકા, કેટલાય મુસાફરો ઘાયલ


નવી દિલ્હીઃ દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અચાનક ધ્રુજવા લાગી, જેના કારણે મુસાફરો ઘાયલ થઈ ગયા. કહેવાય છે કે ખરાબ હવામાનના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી. ડીજીસીએના અધિકારીએ કહ્યું કે, કોઈપણ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.
તબીબી સહાયની વ્યવસ્થા: દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીએ કહ્યું, ‘ફ્લાઇટ દરમિયાન સાત મુસાફરોએ નસો ખેંચવાની સમસ્યા વિશે માહિતી આપી હતી. બોર્ડ પરના કર્મચારીઓએ પેસેન્જર તરીકે મુસાફરી કરી રહેલા ડૉક્ટર અને નર્સની મદદથી ફર્સ્ટ એઇડ કીટનો ઉપયોગ કરીને તેમને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે સિડનીમાં એર ઈન્ડિયાના એરપોર્ટ મેનેજરે જ્યારે પ્લેન લેન્ડ કર્યું ત્યારે તબીબી સહાયની વ્યવસ્થા કરી અને માત્ર ત્રણ મુસાફરોએ તબીબી સહાય લીધી.