ટ્રેન્ડિંગનેશનલમીડિયા

મીની મેરેથોનમાં અચાનક થઈ ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ થયો

ઓડિશા, 22 ડિસેમ્બર 2024 : ઓડિશાના રાઉરકેલામાં રવિવારે સવારે એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. અહીં એક મિની મેરેથોન કાર્યક્રમ દરમિયાન અચાનક ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ફાયરિંગની ઘટના બાદ એક યુવકને પણ ગોળી વાગી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો. યુવકની ઓળખ ભારતીય રેલવેના કર્મચારી સલિલ કુમાર સાહુ તરીકે થઈ છે. ગોળી વાગ્યા બાદ તેને તાત્કાલિક ઈસ્પાત જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, બાદમાં સ્થિતિમાં સુધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના સેક્ટર-2ના બીજુ પટનાયક ચોક ખાતે બની હતી, જ્યાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અચાનક ગોળીબાર થતાં અરાજકતા સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગોળી વાગતાની સાથે જ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

સવારે 6 વાગે ફાયરિંગ થયું હતું
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, “રોજ સવારની જેમ અમે સવારે લગભગ 6 વાગ્યે સેક્ટર 2ના મેદાનમાં ચાલી રહ્યા હતા. દર સપ્તાહની જેમ આજે પણ શહેરમાં મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન અચાનક એક ગોળી ચલાવવાનો અવાજ સંભળાયો હતો. અમે બધા ડરી ગયા અને ત્યાંથી ભાગ્યા, પછી અમને ખબર પડી કે અમારામાંથી એકને ગોળી વાગી છે. અમે તરત જ તેને હોસ્પિટલ લઈ આવ્યા. તેને હોસ્પિટલમાં લાવ્યા બાદ જાણવા મળ્યું કે તેનું નામ સલિલ કુમાર સાહુ છે અને તે રેલવે કર્મચારી છે. ડોક્ટરે તેને એક્સ-રે માટે મોકલ્યો. રિપોર્ટ આવ્યા પછી ડૉક્ટરે કહ્યું કે ઈજા બહુ ગંભીર નથી અને સલિલ જલ્દી સાજો થઈ જશે.

પોલીસ તપાસમાં જોડાઈ
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સીટી ડીએસપીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસનું કહેવું છે કે, “અમને માહિતી મળી હતી કે સેક્ટર 2માં કોઈને ગોળી મારવામાં આવી છે. અમને માહિતી મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી. ગોળી તેના શરીરને સ્પર્શીને બહાર આવી. અમારી અત્યાર સુધીની તપાસ મુજબ, કેટલાક લોકો સેક્ટર 2ના મેદાનમાં મીની મેરેથોન માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમાંથી એકને ગોળી વાગી હતી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.”

આ પણ વાંચો : હત્યા અને ડ્રગ્સનો આરોપી પુષ્પા-2 જોતા સિનેમા હોલમાંથી ઝડપાયો

 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button