સુરતમાં ટાઇમ સિનેમામાં આગનો બનાવ, ફાયર વિભાગે હાઈડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડ્યો
સુરતઃ (Surat)ગુજરાતમાં દિવાળીના તહેવારમાં આગની ઘટનાઓ વધી રહી છે. (Fire)ગઈકાલે પાટણમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ એક જ દિવસમાં પાંચ સ્થળે આગ લાગવાના બનાવો બન્યાં હતાં. (Time Cinema)જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વલસાડનો સમાવેશ થાય છે. આજે સુરતના પાલ વિસ્તારમાં સ્થિત ટાઈમ સિનેમામાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. ચોથા માળે આગ લાગતાં લોકો ભયભીત થઈને નીચે દોડી આવ્યા હતાં.
ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં આજે સવારે ટાઈમ સિનેમામાં ચોથા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં તાત્કાલિક ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દૂર દૂર સુધી આગના ગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં પણ લોકોમાં ભય પ્રસર્યો હતો.
હાઈડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડ્યો
આગને કાબુમાં લેવા માટે શહેરની છ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ચોથા માળે આગ લાગી હોવાથી ફાયરના જવાનોને હાઈડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો પ્રકાશમાં આવી નથી.