રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ, આજથી ચાર દિવસ માવઠાની આગાહી


સમગ્ર ગુજરાતમાં અચાનક જ ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલને લઘુત્તમ તાપમાન ઓછુ નોંધાયુ હતુ જે બાદ રાજ્યમાં ઠંડીનુ જોર ઘટી ગયુ છે. ત્યારે અમદાવાદમાં 19.4 ડિગ્રી તો ગાંધીનગરમાં 17.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ગાંધીનગરમાં 17. 3 ડિગી તાપમાન નોંધાતા લોકોએ ઠંડીમાં રાહતનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની આગાહી નથી. પણ અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ભર ઠંડી વચ્ચે વરસાદની આગાહી
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ
ગુજરાતમાં હાલ ઠંડીનુ જોર ઘટ્યુ છે. ત્યારે એક માત્ર નલિયામાં 11 ડિગ્રી ઠંડી સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ વધુ ઠંડી નોંધાઈ નથી . હવામાન ખાતાએ આગામી ચાર દિવસ રાજ્યમાં ઠંડીથી રાહત રહશેની આગાહી કરી છે. તેમજ આ ચાર દિવસ હળવા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી આજથી વાતાવરણમાં પલટો આવતા માવઠું થઈ શકે છે.

આજથી અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
અમદાવાદમાં બે દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટી રહ્યુ છે. ત્યારે અમદાવાદમાં 19.4 ડિગ્રી તો ગાંધીનગરમાં 17.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ત્યારે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં લોકોને રાહત મળી છે. આગામી 15 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહશેની હવામાન વિભાગે આગાહી કરી છે જે બાદ વાદળો વિખેરાતા ફરી ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે.