અચાનક આવી જાય છે ગુસ્સો? જાણો તેની પાછળ શું કારણ જવાબદાર
- ગુસ્સો આવવા પાછળનું સાચું કારણ હોર્મોનનું બેલેન્સ બગડવાનું છે. જો શરીરમાં કેટલાક હોર્મોન્સનો વધુ પ્રમાણમાં સ્ત્રાવ થવા લાગે છે તો વ્યક્તિને અચાનક ગુસ્સો આવવા લાગે છે
કેટલાક લોકો નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જતા હોય છે. સામાન્ય દેખાતી વસ્તુઓ પણ તેમનામાં ગુસ્સાની લાગણી જન્માવી દે છે. દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક તો ગુસ્સો આવે જ છે, પરંતુ ઘણી વખત પ્રશ્ન એ થાય છે કે વ્યક્તિનો મૂડ અચાનક કેમ બદલાઈ જાય છે? જે વ્યક્તિ થોડા સમય પહેલા ખુશ હતો તે અચાનક ગુસ્સામાં આવીને બૂમો શા માટે પાડવા લાગે છે? ગુસ્સો આવવા પાછળનું સાચું કારણ હોર્મોનનું બેલેન્સ બગડવાનું છે. જો શરીરમાં કેટલાક હોર્મોન્સનો વધુ પ્રમાણમાં સ્ત્રાવ થવા લાગે છે તો વ્યક્તિને અચાનક ગુસ્સો આવવા લાગે છે. હોર્મોન્સનું અસંતુલન ગુસ્સા માટે જવાબદાર છે.
મૂડમાં બદલાવ લાવે છે હોર્મોન્સ
આપણા મૂડમાં થતા ફેરફારનું કારણ હોર્મોન્સનું અસંતુલન હોય છે. ઘણી વાર આપણે નાની-નાની બાબતો પર ખૂબ ખુશ થઈ જઈએ છીએ, તો ક્યારેક કંઈક નાની વસ્તુ આપણને દુઃખી કરે છે. એ જ રીતે, ક્યારેક કંઈક એવું બને છે કે જે અચાનક આપણામાં ગુસ્સો વધારી દે છે.
ગુસ્સા પાછળ 2 હોર્મોન્સ જવાબદાર
કોઈ વ્યક્તિને ગુસ્સો કરવો ગમતો નથી, પરંતુ અચાનક કંઈક એવું થાય છે કે વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે. તેની પાછળ બે મુખ્ય હોર્મોન્સ છે, આ એન્ડ્રેનાલિન અને કોર્ટિસોલ છે. આ હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય ત્યારે જ ગુસ્સો કે તણાવ અનુભવાય છે. જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં હો ત્યારે શરીર આ હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે, જેના કારણે હૃદયના ધબકારા વધે છે. વ્યક્તિ સ્નાયુઓમાં તણાવ અનુભવે છે અને ગુસ્સે થવા લાગે છે.
ગુસ્સો શાંત કરવા માટેની ટીપ્સ
ઊંડો શ્વાસ લેવો
જ્યારે પણ તમને ગુસ્સો આવે અને તમે તેને કાબૂમાં રાખવા ઈચ્છતા હોય ત્યારે ભીડથી અલગ થઈને થોડો સમય એકલા બેસો. તમારી આંખો બંધ કરો અને 15 થી 20 વખત ઊંડા શ્વાસ લો. થોડા સમયની અંદર તમને સારું લાગવા લાગશે. જલદી તમારું મન શાંત થશે, તમે પહેલા કરતાં વધુ સારું વિચારવાનું શરૂ કરશો અને તમારો ગુસ્સો ઓછો થઈ જશે.
એક્સર્સાઈઝ
જો તમે નિયમિત એક્સર્સાઈઝ કરો છો તો શરીરનું હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે. ખાસ કરીને ધ્યાન અને યોગ ગુસ્સાને કાબૂમાં રાખવામાં ઘણી મદદ કરે છે. સ્ટ્રેન્થ એક્સર્સાઈઝને બદલે હળવી કસરત વધુ ફાયદાકારક રહેશે.
ગુસ્સાનું કારણ જાણો
જો તમને વારંવાર ગુસ્સો આવે છે, તો તમારે તેની પાછળનું કારણ જાણવાની જરૂર છે. ક્રોધના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. આ માટે, ગુસ્સો શાંત ગયા પછી, વિચાર કરો કે વારંવાર ગુસ્સો આવવાનું કારણ શું છે. કારણ જાણ્યા પછી, સમસ્યાનું સમાધાન શોધવાનું સરળ બનશે.
આ પણ વાંચોઃ લગ્ન માટે ગોવા પહોંચ્યા રકુલ અને જેકી, પરિવાર સાથે એરપોર્ટ પર થયા સ્પોટ