અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાતયુટિલીટીસંવાદનો હેલ્લારો

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ માટે આવી સરપ્રાઇઝ ગિફ્ટની ઑફર, જાણો અહીં

  • સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ ગાયક કલાકાર પ્રહર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ
  • કાંકરિયા ખાતે આ વીકએન્ડમાં યોજાશે લેસર શો

અમદાવાદ, 19 ઓકટોબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું 12 ઓકટોબર- 2024 થી 14 જાન્યુઆરી-2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેનો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં આવનારા તમામ મુલાકાતીઓએ માટે સરળ ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સાથે મુલાકાતીઓને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં નક્કી કરાયેલા તમામ શોપિંગ ઝોન સુધી પહોંચવા માટે નિ:શુલ્ક બસ રાઇડની સુવિધા, એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ, ફેસ્ટિવલ એક્સેસ જેમ કે મ્યુઝિક અને કલ્ચરલ કાર્યક્રમમાં નિશુલ્ક પ્રવેશ તેમજ સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળશે.

વેબસાઇટ પર પોતાનું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવું પડશેઃ

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મુલાકાતીઓએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટ https://www.ahmedabadshoppingfestival2024.com/ ની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટ પર પોતાનું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવું પડશે. આ રજિસ્ટ્રેશન દરમિયાન નામ, ઈ-મેઇલ આઇડી અને ફોન નંબર નાખ્યા બાદ એક ઓટીપી રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર પર આવશે. ત્યારબાદ એક સર્ટિફિકેટ જનરેટ થશે, જેનાથી તમારી રિજસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે. આ રજિસ્ટ્રેશનની સાથો-સાથ મુલાકાતીઓને અનેક ઇનામો જીતવાની પણ તક મળી રહી છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં મુલાકાતીઓને માટે લકી ડ્રો પણ રાખવામાં આવ્યો છે. આ લકી ડ્રોમાં ભાગ લેવા માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટ પર ખરીદી કરનાર તમામ મુલાકાતીઓએ લોગઇન કરવું પડશે. ત્યારબાદ શોપિંગ બિલનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેમાં દુકાનનું નામ, ખરીદીની કિંમત અને વસ્તુનું નામ અવશ્ય લખવાનું રહેશે.  અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૬ થી ૧૦ કલાકે ગાયક કલાકાર પ્રહેર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ માણવા મળશે. આ વીકએન્ડમાં 19-20 ઓક્ટોબરના રોજ કાંકરિયા ખાતે લેસર શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ફેસ્ટિવલમાં 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગૂર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં અમદાવાદ ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2014-25નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…અરવલ્લી જિલ્લા સેવાસદનમાં વાત્સલ્ય રૂમ અને લાઇબ્રેરી ખુલ્લી મુકાઇ

Back to top button