ફૂડલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ
આવી નાની-નાની ટ્રિક્સ ગૃહિણીઓને બનાવશે વધારે સ્માર્ટ
આજે આપણે જોઇએ કે ગૃહિણીઓ નાની નાની સમસ્યાઓમાંથી કઇ રીતે મુક્તિ મેળવીને સ્માર્ટ ગૃહિણી બની શકે છે. ગૃહિણીઓને ઘર સાફ કરવામાં અને ટેસ્ટી જમવાનું બનાવવામાં અને અનેક વિવિધ ઘર અને પરિવારને લગતા કામ કરવા માટે નાની નાની ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. તો આજે આપણે જોઇએ કે ગૃહિણીઓ આવી નાની નાની સમસ્યાઓમાંથી કઇ રીતે મુક્તિ મેળવીને સ્માર્ટ ગૃહિણી બની શકે છે.
એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક છે. ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે. જો નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
હેડકીથી છુટકારો મેળવવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવાથી ફાયદો થાય છે. ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ જેવુ બની જાય છે.
માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા 7-8 બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી. આ પ્રયોગ માસિક ધર્મના 15 દિવસ પહેલાં કરવો. બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
સોસમાં મીઠાશ લાવવા સાકરની બદલે ગાજરનો ઉપયોગ કરી શકો છો. પાસ્તાને વધુ પાણીમાં બાફવાથી તે ચીકણા નહીં થાય. ડાઇના ડાઘા કપડા પરથી દૂર કરવા ડાઘા પર કાચો કાંદો ઘસવો અને પછી ધોવું.
ભાત વધારે પડતા રંધાઇ જાય તો તેમાં થોડું પાણી અને ઘી નાખવું અને થોડી મિનિટો બાજુ પર મૂકી દેવું. ત્યાર બાદે તેને ચારણીમાં ઠાલવી વધારાનું પાણી નિતારી દેવું. અને પછી એક થાળીમાં ભાત પાથરી દેવો. ભાતનો દાણો છૂટ્ટો પડી જશે. પાણી અને ઘી ભાત શોષી લેશે અને ભાત કોરા થઇ જશે.