ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં પુલ તૂટી પડતા 135 લોકોના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા શોક સંદેશમાં તેમણે કહ્યું કે આ સમાચાર સાંભળીને તેઓ ‘આઘાત’ પામ્યા છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંદેશમાં અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, ચીની સરકાર અને લોકો વતી જિનપિંગે લોકોના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તેમના પરિવારો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો સાથે સાથે ચીનના વડાપ્રધાન લી કિંગે પણ વડાપ્રધાન મોદીને શોક સંદેશ મોકલ્યો. ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યીએ પણ તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરને મોરબીમાં બનેલી ઘટના અંગે શોક સંદેશ મોકલ્યો છે. વાંગે દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Singapore PM Lee Hsien Loong has written to PM Narendra Modi to convey condolences over the bridge collapse in Morbi, Gujarat: Singapore High Commissioner Simon Wong
— ANI (@ANI) November 1, 2022
પીએમ મોદી ઘાયલોને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોરબીમાં પુલ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘાયલોને પણ મળ્યા હતા. અધિકારીઓએ વડાપ્રધાનને અકસ્માત બાદ રાહત કામગીરી વિશે જાણકારી આપી હતી. રવિવારે મચ્છુ નદીમાં પુલ પડતાં 135 લોકોના મોત થયા હતા. વડાપ્રધાને સ્થળ પર પહોંચતા પહેલા વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પુલ દરબારગઢ પેલેસને સ્વામિનારાયણ મંદિર સાથે જોડે છે. વડાપ્રધાન દરબારગઢ પેલેસ પહોંચ્યા જ્યાં અધિકારીઓએ તેમને દુર્ઘટના અને પુલ તૂટી પડવાના સંભવિત કારણો વિશે જાણકારી આપી.
Gujarat | Prime Minister Narendra Modi met the injured admitted to Morbi Civil Hospital.#MorbiBridgeCollapse led to the deaths of 135 people so far. pic.twitter.com/UaKF2XcbCP
— ANI (@ANI) November 1, 2022
મોરબી અકસ્માતમાં મૃત્યુઆંક 135 થયો
ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 135 પર પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં 170 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર દળો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓ દ્વારા મચ્છુ નદીમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. રાજકોટ રેન્જના મહાનિરીક્ષક (IG) અશોક કુમાર યાદવે સોમવારે જણાવ્યું હતું કે મોરબીમાં રવિવારે સાંજે પુલ ધરાશાયી થતાં 134 લોકોના મોત થયા હતા. ગુજરાતના કેબિનેટ મંત્રી ત્રિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં બચાવ ટુકડીઓ દ્વારા 135 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે નદીમાં પડેલા લગભગ 170 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.”