ટોપ ન્યૂઝધર્મનેશનલ

શંકરાચાર્યના ઉત્તરાધિકારી : સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યોતિષ અને સ્વામી સદાનંદ શારદા પીઠના બન્યાં પ્રમુખ

Text To Speech

શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીના નિધન બાદ શારદા પીઠના નવા શંકરાચાર્યની જાહેરાત કરવામાં આવી છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદને સ્વરુપાનંદ સરસ્વતીના નામ જાહેર કરાયા છે.

જ્યોતિષપીઠ અને શારદા પીઠના પ્રમુખની જાહેરાત

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષપીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદને દ્વારકા શારદા પીઠના પ્રમુખ બનાવામાં આવ્યા છે. સ્વામી સ્વરુપાનંદના પાર્થિવ શરીરની સામે જ તેમના અંગત સચિવ સુબોધાનંદ મહારાજે તેમના ઉત્તરાધિકારીના નામ જાહેર કર્યાં હતા.

શંકરાચાર્યના ઉત્તરાધિકારી

શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે નિધન

શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. સ્વરુપાનંદ સરસ્વતીનું ગઈકાલે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં માઈનર હાર્ટએટેકને કારણે 99 વર્ષની વયે અવસાન થયું હતું.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય છે. અવિમુક્તેશ્વરાનંદનું મૂળ નામ ઉમાશંકર છે. તેમણે ગુજરાતમાં સંસ્કૃત પણ શીખવ્યું હતું. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય અવિમુક્તેશ્વરાનંદે વારાણસીમાં મંદિર તોડવાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે છત્તીસગઢના કવરધામાં સનાતન ધર્મનો ધ્વજ હટાવવાના વિરોધમાં હજારો લોકો સાથે રેલી કાઢી ધ્વજ સ્થાપિત કર્યો હતો.શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કાશીની જ્ઞાનવાપીમાં પૂજાની જિદે 108 કલાકના ઉપવાસ તેમણે કર્યાં.

Back to top button