ગુજરાત

કચ્છમાં આયુષ્માન કાર્ડથી ૬ માસના આર્યનની સફળ સારવાર

Text To Speech

ભુજઃસરહદી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાનકડા ગામ કુંદરોડીમાં ખાનગી કંપનીમાં દૈનિક રોજગારી કરતા દિનેશભાઈ ભોયાને ગામના દવાખાનાના રિપોર્ટના આધારે સોનોગ્રાફી બાદ ખબર પડી કે તેમના દીકરા આર્યનની કિડનીમાં નળીમાં બ્લૉકેજ છે.

આથી તેઓ મુન્દ્રા તાલુકા આરોગ્ય કેન્દ્રમાં આવ્યાં ત્યાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK) અંતર્ગત કામ કરતા ડો. સંજય યોગી અને ડો. કાવેરી મહેતા દ્વારા આર્યન માટે PMJAY આયુષમાન કાર્ડ તૈયાર કરાવી તેમજ તેને આપવાની સારવાર માટે જયદીપ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા.

PMJAY આયુષમાન કાર્ડે ચિંતા દૂર કરી
આજે ૬ માસનો આર્યન સ્વસ્થ છે એમ તેના પિતા દિનેશભાઈ જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે, કિડનીમાં ડાબી બાજુ પેશાબની નળીમાં PUG ઓપરેશનની સારવાર પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના PMJAY આયુષમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે શક્ય બની શકી.

આયુષ્યમાન કાર્ડ થકી સરહદી કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના મારા બાળકને મેટ્રો સીટી અમદાવાદમાં સારવાર મળી તેની શારીરિક તકલીફ દૂર થઈ. આજે અમારું બાળક સ્વસ્થ છે એની નિરાંત છે.

દિનેશભાઈ વધુમાં કહ્યું કે માત્ર છ મહિનાના અમારા બાળકને થયેલ બીમારીના લીધે અમારો પરિવાર ચિંતામાં હતો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ PMJAY આયુષમાન કાર્ડે અમારી ચિંતા દૂર કરી.

Back to top button