અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગઃ CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન

Text To Speech
  • ચંદ્રયાન -3ના સફળ લેન્ડિંગથી વિશ્વમાં ભારતનો જયજયકાર !
  • ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલે ટ્વિટર પર શુભેચ્છા પાઠવી
  • ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા શુભેચ્છાનો વરસાદ વરસ્યો

આજે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતે અંતરીક્ષમાં ઇતિહાસ રચી દીધો છે. આજે આખી દુનિયાએ ભારતની તાકાતના દર્શન કર્યા છે. આજે તમામ ભારતીઓની છાતી 100 ટકા ગર્વથી ફૂલી ગઇ હશે. ઈસરોએ આજે જે ઈતિહાસ રચ્યો છે. તેને લઇને ઈસરો પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, આરોગ્ય પ્રધાનઋષિકેશ પટેલે પણ ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીએ લખ્યું હતું કે આજનો દિવસ ઈતિહાસના પાના પર હંમેશા માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના નિવાસસ્થાનેથી ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ નિહાળ્યું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસે પણ આપ્યા અભિનંદન

ગુજરાત કોંગ્રેસે ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ આપતા કહ્યુ કે આપણા ગુજરાતી વિક્રમ સારાભાઈનું સપનું પુરુ થયુ છે. ઈસરો અને તેનાં ધુરંધર વૈજ્ઞાનિકો આજે ઇન્ડિયાને ચંદ્ર પર લઇ ગયા!

આ પણ વાંચોઃ chandrayaan-3: બાળકો હવે કહેશે, ‘ચંદા મામા ટૂર કે’: PM મોદી

Back to top button