ગુજરાત

ડીસાના કંસારી ગામની દીકરીનું કરાયું હૃદય રોગનું સફળ ઓપરેશન

Text To Speech

ડીસાના કંસારી ગામના ખેડૂત પરિવારની દીકરીને હૃદયના ઓપરેશનની જરૂર હતી. પરંતુ હૃદયના ઓપરેશનથી ગભરાતા પરિવારને આરોગ્ય કર્મચારીઓએ સતત કાઉન્સિલિંગ કરીને હિંમત આપી દીકરીના ઓપરેશન માટે તૈયાર કર્યા બાદ તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આજે પરિવારના પિતા જે દીકરીના દર્દથી ચિંતિત રહેતા હતા તે પરિવારના સભ્યોના ચહેરા પર હવે ખુશીની લહેર જોવા મળી રહી છે.

ખેડૂતની દીકરી પાયલને હ્રદયની બીમારી હતી

બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ગામના વખુજી ઠાકોરની દીકરી પાયલને હ્રદયની બીમારી હતી. જેને લઈને તેઓ ખુબ જ પરેશાન રહેતા હતા. વખુજીને ખબર જ નહોતી પડતી કે કરે તો હવે શું કરે એવામાં હેલ્થ ટીમ 169 તેમની વ્હારે આવી અને સમજ આપી તેઓને તેમની દીકરીના ઓપરેશન માટે તૈયાર કર્યા.

હેલ્થ ટીમની મળી મદદ 

તારીખ 8જૂન 2022ના રોજ વખુજીની દીકરીની પહેલી વિઝિટ યુ.એન.મહેતા હોસ્પિટલમાં થઇ. ત્યારબાદ તા.13 જૂન 2022 ના ઓપરેશન માટે દાખલ કરવામાં આવી અને 2 જુલાઇ 2022ના રોજ સફળ ઓપરેશન કરાયું. બાદમાં રજા મળતા ઘરે પરત ફર્યા. આ સમગ્ર દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખેડૂતની દીકરીની સારસંભાળ લેવામાં આવતી હતી

 

 

Back to top button