જાણો કેવી રીતે વાંસ અને માટીના ઘરેણાં બનાવી મહિલાઓએ પોતાનું અને પરિવારનું ભાગ્ય બદલ્યું
ભારતમાં અવનવા ટેલેન્ટ છે તેમાં ખાસ કરીને મહિલાઓમાં અદભૂત સર્જનાત્મકતા રહેલી છે. આવી જ એક સર્જનાત્મકતા ઝારખંડના પલામૂની મહિલાઓની છે. જો તમે ઝારખંડ ફરવા જશો અને માટી તેમજ વાંસની આઈટમોના શોખીન હોવ તો આ સ્થળ પર જરૂરથી એકવાર જવું જોઈએ. ઝારખંડના પલામૂ પર્યટનને રાષ્ટ્રીય ફલક સુધી પહોચાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ પર્યટન સ્થળો પર પ્રવાસીયો માટે સુવિધાઓ વધારવામાં આવી રહી છે એ સાથે સ્થાનિક મહિલાઓને ટેલેન્ટેડ બનાવવાની દિશામાં પણ કામ કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ પલામૂની ‘પથિક ગ્રામ દુકાન‘એ કેવીરીતે મહિલાઓનું ભાગ્ય બદલ્યું.
ઝારખંડના પલામૂ આસપાસ નેતરહાટ અને બેતલા સહિત ઘણા ફરવા લાયક પર્યટન સ્થળો છે. આ વિસ્તારમાં રહેતી આદિવાસી મહિલાઓ પાસે ઘણી બધી પરંપરાગત કુશળતા છે. સરકાર તરફથી તેઓની કુશળતા જીવંત રહે અને તેનો વ્યાપ-વિસ્તાર વધે તેવા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની આ કુશળતા વધુ નિખરે તે માટે સરકાર તરફથી નિષ્ણાત લોકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. એ માટેની જરૂરી આર્થિક મદદ પણ સરકાર તરફથી કરવામાં આવે છે. આ વિસ્તારની મહિલા-પુરુષોને માત્ર કુશળતા વધારવાનું કામ જ નહી પણ સાથે તેઓની કુશળતા વધુ લોકો સુધી પહોચે તે માટે માર્કેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓને બનાવવામાં આવેલ વસ્તુઓને સારુ મૂલ્ય મળે તે માટે ‘પથિક ગ્રામ દુકાન’ની વ્યવસ્થા કારમાં આવી છે.
લીલાછમ જંગલનાં રસ્તાની બંને બાજુ ‘પથિક ગ્રામ દુકાન’
પલામુ આસપાર આવેલ દુબિયાખાંડ-નેતરહાટ મુખ્ય માર્ગ પર રસ્તાની બંનેબાજુ ‘પથિક ગ્રામ દુકાન’ જોવા મળે છે. સેસા તાલીમ કેન્દ્ર પરિસરમાં હસ્તશિલ્પ ઉત્પાદનોને પ્રદર્શિત કરી તેને વેચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દુબિયાખાંડથી બેતલા સુધી લગભગ 1.5 કિલોમીટર સુધી ‘પથિક ગ્રામ દુકાન’ આવેલી છે. અહીના લીલાછમ જંગલની સુંદરતા માણવા માટે દેશ-વિદેશથી દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પલામૂ આસપાસ બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન, કેચકી સંગમ અને પહાડોની રાણી ગણાતી નેતરહાટ જેવા પ્રખ્યાત પર્યટક સ્થળ છે. રસ્તાની બંને બાજુ રહેલી ‘પથિક ગ્રામ દુકાન’ પર્યટકોને રોકાવવા મજબુર કરે છે.
‘પથિક ગ્રામ દુકાન’માં વાંસ અને માટીના સુંદર ઘરેણા પર્યટકોને આકર્ષી રહ્યા છે. સાથે જ માટીના અને વાંસના ઘરેણા, માળા અને ઝારખંડની સંસ્કૃતિને જોડતા કલાત્મક પોશાક પણ પર્યટકોને ખરીદવા મજબુર કરે છે. એ સિવાય માટીના સરસ ડીઝાઇન કરેલ દીવા અને આર્ટિફિશિયલ ઘરેણાનું મુકવાનું સ્ટેન્ડ, પેન-પેન્સિલ બોક્સ, પગરખાની થેલી વગેરે ઘણીબધી સામગ્રી ઉપલબ્ધ છે. દુકાનમાં ભગવાન બિરશા મુંડા, શહીદ પીતાંબર-નીલાંબર અને રાજા મોદીનીરાયની મૂર્તિઓ પણ મળશે.
આ પણ વાંચો:જર્મનીના રાજાએ બંધાવેલ નોસ્વાનસ્ટાઈન કાસલ, પર્યટન માટેનું શ્રેષ્ઠ સ્થળ
તાલીમ આપી રોજગારીને મજબુત કરવામાં આવે છે
ગ્રામજનોને વાંસ અને માટીની વસ્તુઓ બનાવવા માટે સમયે સમયે તાલીમ આપવામાં આવે છે. જેમાં નાબાર્ડ, હસ્તશિલ્પ વિભાગ અને વનવિભાગ પણ મદદરૂપ બને છે. તાલીમાર્થીઓને કારીગર કાર્ડ પણ આપવામાં આવે છે તાલીમ આપનાર પ્રશિક્ષક ઝારખંડના વિવિધ જીલ્લાઓ અને આજુબાજુના રાજ્યોમાંથી આવે છે. અહી મહિલાઓને સામગ્રી પણ આપવામાં આવે છે જેથી કાચો માલ લેવા અહીતહી દોડધામ ન કરવી પડે. પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવે છે. તાલીમાર્થીઓને તાલીમ માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. ગ્રામીણ મહિલાઓને પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો મળે તેમજ રાજગારી મેળવી વધુ પૈસા કમાઈ શકે તે માટે પ્રશિક્ષક 15 દિવસ કે 1 મહિનો તાલીમ આપે છે. સાથે જ સમય સમયે પુરુષોને પણ તાલીમ આપવામાં આવે છે.
આ પણ વાંચો:કુનો નેશનલ પાર્કમાં ચિત્તા હવે જંગલમા કરાયા મુક્ત
હસ્તશિલ્પની વસ્તુઓ માર્કેટમાં લાવવાનો પ્રયત્ન
નાબાર્ડના DDM શાલિન લકડાના જણાવ્યા અનુસાર મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ હસ્તશિલ્પ માર્કેટમાં મળી રહે તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં ઘણા બધા પર્યટકો ફરવા આવે છે અને યાદગીરી રૂપે અહીંથી કોઈ વસ્તુ પોતાની સાથે લઇ જાય છે. આજ દ્રષ્ટિકોણથી ‘પથિક ગ્રામ દુકાન’ બનાવવામાં આવી છે. જેથી પર્યટકો પાછા ફરે ત્યારે અહીંની પ્રસિદ્ધ કળા પોતાની સાથે લઇ જાય.
આ પણ વાંચો:ઝારખંડ: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને જીવતી સળગાવી
દુકાનની કમાણીથી સામાજિક કાર્ય
પર્યટકો દ્વારા મળી રહેલ પ્રતિક્રિયાથી ‘પથિક ગ્રામ દુકાન’ સંચાલન કરનાર સેસા સંસ્થાના સચિવ કૌશિક મલિક ખૂબ જ ખુશ છે. તેમના જણાવ્યા અનુસાર મહિલાઓ નિર્મિત ડોકરા અને ટેરાકોટા આર્ટની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. એનાથી પ્રાપ્ત થતી કમાણી દ્વારા સમાજના વિવિધ સામાજિક કાર્યોમાં કરવામાં આવે છે. જેમાં મહિલાઓને શિક્ષણ, વસ્ત્ર વિતરણ અને સ્વાસ્થ્ય સેવાઓ વગેરે સામેલ છે.
આ પણ વાંચો:નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ
મહિલા ઘરમાં જ હસ્તશિલ્પ તૈયાર કરે છે
અજય કુમાર જૂટ સાથે સંકળાયેલ સામગ્રીનું ઉત્પાદન કરવા સંબંધિત તાલીમ આપે છે. તેઓ પોતે પણ વસ્તોનું ઉત્પાદન કરે છે. તેઓએ જણાવ્યું કે મહિલાઓને તાલીમ આપીને જૂટથી ફૂડબોર્ડ અને થેલા સહિત અન્ય વસ્તુઓ તૈયાર કરાવવામાં આવે છે અને પછી દુકાનમાં વેચવા માટે રાખવામાં આવે છે. મહિલાઓ પોતાના ઘરે જ આ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જેના માટે મહિલાઓને સ્વયં સહાયતા ગ્રુપથી જોડવાનું કામ પણ કરવામાં આવ્યું છે.