વડોદરા-હરિદ્વાર ટ્રેનને પુનઃ શરૂ કરવા રેલવે મંત્રાલયમાં રજૂઆત
- માત્ર વડોદરા નહીં પરંતુ ગુજરાત ભરના નાગરિકોને લાભ મળશે
- વડોદરા-કોટા અને વડોદરા-હાપા રૂટ પર બે વંદેભારત ટ્રેનની માંગણી
- વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લાના યાત્રીઓને પણ રાહત થશે
વડોદરા-હરિદ્વાર ટ્રેનને પુનઃ શરૂ કરવા રેલવે મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરાથી કોટા અને હાપા રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માગ પણ કરાઇ છે. વડોદરાથી કોઈ શહેર માટે સીધી વંદે ભારત ટ્રેનની સુવિધા નથી. જેમાં વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લાના યાત્રીઓને પણ રાહત મળે તેમ છે.
આ પણ વાંચો: યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર
વડોદરા-કોટા અને વડોદરા-હાપા રૂટ પર બે વંદેભારત ટ્રેનની માંગણી
વડોદરા-કોટા અને વડોદરા-હાપા રૂટ પર બે વંદેભારત ટ્રેનની માંગણી કરવાની સાથે માત્ર વેકેશનમાં જ દોડાવવામાં આવતી વડોદરા-હરિદ્વાર ટ્રેનને પુનઃ ચાલુ કરવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઇને કોઇ શહેર માટે સીધી વંદે ભારત ટ્રેનની સુવિધા નથી. કેન્દ્ર સરકારમાં રજૂઆત થઈ છે કે, વડોદરા-કોટા અને વડોદરા હાપા રૂટ પર બે વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવે. જેથી વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લાના યાત્રીઓને પણ રાહત મળે તેમ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
માત્ર વડોદરા નહીં પરંતુ ગુજરાત ભરના નાગરિકોને લાભ મળશે
વડોદરા-હરિદ્વાર ટ્રેન માત્ર વેકેશન દરમિયાન જ દોડાવવામાં આવે છે. જેથી આ ટ્રેનને પુનઃ ચાલુ કરવાની પણ માગ કરવામાં આવી છે. કારણ કે, હરિદ્વાર સહિત ચાર ધામની યાત્રા કરનારા લોકોમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કોટા કોચિંગ માટેનું મોટું હબ છે. તેના કારણે ગુજરાતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોટા નિયમિત આવન જાવન કરતા રહે છે. હાલમાં કોટા માટે ટ્રેનની સુવિધા છે પરંતુ તેમાં સમય ખૂબ લાગે છે. તેથી કોટા માટેની ડાયરેકટ અને ઝડપી ટ્રેન સુવિધા મળે તો માત્ર વડોદરા નહીં પરંતુ ગુજરાત ભરના નાગરિકોને લાભ મળે તેમ છે.