ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ED દ્વારા લાલુ પરિવારના નજીકના સુભાષ યાદવની ગેરકાયદે રેતી ખનન કેસમાં ધરપકડ

Text To Speech
  • EDએ 14 કલાક સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યા

પટના, 10 માર્ચ: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના પરિવારના નજીકના ગણાતા સુભાષ યાદવ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે EDએ તેમની ધરપકડ કરી હતી. સુભાષ યાદવ ગેરકાયદે રેતી ખનન કેસ સાથે સંકળાયેલા છે.

 

સમગ્ર મામલો શું છે?

હકીકતમાં, EDએ લાલુપ્રસાદ યાદવના નજીકના સહયોગી અને RJD નેતા સુભાષ યાદવની ધરપકડ કરી છે. EDએ 14 કલાક સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સુભાષ યાદવના દાનાપુર સ્થિત ઘરેથી 2 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત જંગી સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે.

સુભાષ યાદવ ગેરકાયદે રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. RJDની ટિકિટ પર 2019માં લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમની વિરુદ્ધ પટનામાં ગેરકાયદેસર રેતી ખનન માટે કેસ નોંધાયેલા છે. આવકવેરા વિભાગે તેના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે.

પૂર્વ ડેપ્યુટી સીએમએ પણ આક્ષેપો કર્યા

વર્ષ 2017માં પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ પણ સુભાષ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સુશીલકુમાર મોદીએ લાલુ પરિવાર પર કાળા નાણાને સફેદ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન તેમણે અનેક તથ્યો પણ રજૂ કર્યા હતા. સુભાષ યાદવ પર એવા પણ આરોપ છે કે, તેમણે રાબડી દેવીને ઓછી કિંમતે જમીન આપી હતી.

આ પણ જુઓ: જો પતિ મોદીના ટેકેદાર હોય તો ભોજન ન આપશો: કેજરીવાલની અપીલ

Back to top button