સ્કૂટરની સીટ પર ઊભા થઈને સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો, જૂઓ વીડિયો
- વીડિયોમાં એક છોકરો રસ્તા પર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે
- આ ખતરનાક સ્ટંટ કરતી વખતે યુવકે સ્કૂટર પરથી ગુમાવ્યો કાબૂ, પછડાયો રોડ પર
HD ન્યૂઝ ડેસ્ક, 11 ફેબ્રુઆરી: દેશમાં રોડ અકસ્માતને કારણે દર વર્ષે હજારો લોકોના મૃત્યુ થાય છે, તેમ છતાં લોકો પુરતી સાચવેતી રાખતા નથી, ત્યારે ઘણા તો સ્ટંટ કરવાના શોખ પણ છોડતા નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર રોડ અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો રોડ પર સ્કૂટર ચલાવીને ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં છોકરો પહેલા સ્કૂટર સ્પીડથી ભગાડતો જોવા મળે છે અને પછી સીટની ઉપર પગ મૂકીને ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. થોડા સમય પછી ખતરનાક સ્ટંટ કરતો છોકરો અકસ્માતનો શિકાર બને છે.
સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
વાયરલ વીડિયોમાં છોકરો ખૂબ જ બેદરકારીથી સ્કૂટર ચલાવો જોવા મળે છે. અચાનક તેનું વલણ બદલાતા તે સ્કૂટર પર સ્ટંટ કરવા લાગે છે. તે સ્કૂટરની સીટ પર ઊભો થઈને સ્ટંટ કરી રહ્યો છે, ત્યારે તે અચાનક સ્કૂટર પરથી કાબૂ ગુમાવવાને કારણે રોડ પર પછડાય છે. જોકે, આ ભયાનક અકસ્માતમાં યુવકનો જીવ બચી ગયો હતો.
જૂઓ અહીં વાયરલ વીડિયો:
View this post on Instagram
વીડિયો જોઈને યુઝર્સ છોકરા પર ગુસ્સે થઈ ગયા
આ વીડિયો @Karan Bhardwaj નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સમાચાર લખાયા છે ત્યાં સુધી આ વીડિયોને 12 મિલિયનથી વધુ લોકોએ જોયો છે અને 2 લાખ 60 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર ટિપ્પણી પણ કરી છે. કોમેન્ટ કરતી વખતે એક યૂઝરે લખ્યું- આવા લોકો માત્ર પોતે જ નથી મરતા પરંતુ બે-ત્રણને સાથે લઈ જાય છે. બીજાએ લખ્યું- ભાઈ સુધરી જા નહીતર ક્યારેક રોડ પર જ પુરો થઈ જઈશ. તે જ સમયે, ઘણા લોકો છોકરા સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો: ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં તેની મંગેતર સાથે પ્રી-વેડિંગ શૂટ કરતાં વિવાદ