સ્ટંટ કરનાર હવે ચેતજો, જો નજરે ચડ્યા તો ગયા, રોડને રેસિંગ ટ્રેક બનાવનાર સામે થશે કાર્યવાહી
- રોડને રેસિંગ ટ્રેક બનાવવાની કોશિશ જો કોઈ કરશે તો થશે સખત કાર્યવાહી: હર્ષ સંઘવી
- સ્ટંટ કરનાર બાળકોના પરિવાર પણ એટલા જ જવાબદાર: હર્ષ સંઘવી
પોલીસના બ્લડ ડોનેશનના કાર્યક્રમ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્ટંટ બાજી કરનાર સામે મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સ્ટંટ કરનાર બાળકોના પરિવાર પણ એ બાળકો જેટલા જ જવાબદાર છે. જેના પરિવારજનો બાળકોના મોજશોખ પૂરા કરવા માટે મોંઘા બાઈકો અપાવે છે. જેની પાસે લાયસન્સ ના હોય એવા બાળકોને બાઈકો અને મોપેડ અપાવીને તેના બાળકોના મોજ શોખ પૂરા કરે છે. પરંતુ આવા બાળકોના દ્વારા અન્યના અનેક પરિવારોએ પોતાના લાડલા દીકરા- દીકરીને ખોયા છે. જેથી બાળકને મોંઘા બાઈકો અપાવોતો એમને નિયમો પણ સમજાવજો નહીતર હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રોડને રેસિંગ ટ્રેક બનાવવાની કોશિશ જો કોઈ કરશે તો થશે સખત કાર્યવાહી: હર્ષ સંઘવી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તમે તમારા બાળકોના મોજશોખ તમારા ઘર પૂરતા સીમિત રાખજો. જો રાજ્યના કોઈપણ રોડ કે રસ્તાને રેસિંગ ટ્રેક બનાવવાની કોશિશ કરશે તો તેની પર સખત કાર્યવાહી થશે. તે પછી બાળક હોય કે તેના પિતા હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં. ત્યારે તમારા બાળક પાસે લાયસન્સ ના હોય તો હવે તમે જો તેમને વ્હીકલ આપશો અને જો તે કોઈ પણ પ્રકારના નિયમ તોડશે તો જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ. અને આમાં કોઈ જ પ્રકારની ભલામણો કે કોઈ જ પ્રકારની છૂટે તેમને છોડવામાં નહીં આવે.
પોલીસના બ્લડ ડોનેશનના કાર્યક્રમ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં વાહન ઓવર સ્પીડે ચલાવનાર રેસરોને ચેતાવણી આપ્યા બાદ વધુમાં કહ્યું કે, ‘આવા પ્રકારના કોઈપણ કિસ્સામાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં’.
આ પણ વાંચો: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પાછળનું કારણ હવે આવ્યું સામે, જાણો અહીં