કૃષિટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

માત્ર 8મા ધોરણ સુધી જ ભણ્યા, પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે ‘મેન્ગ્રોવ મેન’

  • દેશ-વિદેશમાં ‘મેન્ગ્રોવ મેન’ તરીકે ઓળખાતા મુરુકેસનની આજે વાત કરવી છે, જેઓ માત્ર 8 ઘોરણ સુધી જ ભણ્યા છે છતાં તેમને લોકો તેમના કામથી ઓળખે છે. મુરુકેસને કેરળના દરિયાકિનારા પર મેન્ગ્રોવ રોપવાનું મિશન શરુ કર્યું છે, ત્યારે તેમણે અત્યાર સુધી 1 લાખ વૃક્ષો વાવ્યા છે.

કેરળ: મુરુકેસન કોચીનો રહેવાસી છે. તેમણે 20 વર્ષની ઉંમરે માછીમારી શરૂ કરી હતી. સમય સાથે તેમનો બીચ પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. જો કે, પછીના વર્ષોમાં તેમનું ધ્યાન મેન્ગ્રોવના વૃક્ષોના ઘટાડા અને ચક્રવાતમાં વધારો વચ્ચેના જોડાણ તરફ ગયું. થોડા જ વર્ષોમાં તેમણે 1 લાખ વૃક્ષોનુંં વાવેતર કર્યું. તેમણેે માત્ર 8 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ તેમનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જબરદસ્ત છે. દેશ અને દુનિયાના લોકો તેમને અત્યારે ‘મેન્ગ્રોવ મેન’ના નામથી ઓળખે છે.

મેન્ગ્રોવના ફાયદા

મેન્ગ્રોવ પ્રજાતિઓ ઘણા કાર્યો કરે છે. એન્ટીબેક્ટેરિયલ હોવા ઉપરાંત, તેમના મૂળ માછલીઓને શ્વાસ લેવામાં પણ મદદ કરે છે. મેન્ગ્રોવ આબોહવા પરિવર્તન સામે લડવામાં પણ ભૂમિકા ભજવે છે. આ પૂર અને ધોવાણ સામે સંરક્ષણની પ્રથમ લાઇન તરીકે કામ કરે છે. તેઓ તોફાનનું જોખમ ઘટાડવામાં પણ ભૂમિકા ભજવે છે. આને કુદરતી વાડ પણ કહેવામાં આવે છે.

મેન્ગ્રોવને વરદાન માને છે મુરુકેસન

મુરુકેસનના મતે, મેન્ગ્રોવ સમાજ માટે વરદાન રુપી છે. તેમની વિચારસરણી એવી હતી કે જો તે કેરળના દરિયાકાંઠે 500 કિલોમીટરથી વધુના અંતરે દિવાલ બનાવવા માંગે છે તો તેના માટે મોટી રકમનો ખર્ચ થશે. તેના બદલે મેન્ગ્રોવનું વાવેતર કરી શકાય જે ગ્રીન બેલ્ટ તરીકે કામ કરે છે. આ વધુ ખર્ચ અસરકારક રહેશે. ‘મેન્ગ્રોવ મેન’એ 2013માં આ ગ્રીન બેલ્ટ બનાવવાની શરૂઆત કરી હતી. તે સમયે આ કામ ઘણું મુશ્કેલ લાગતું હતું. પરંતુ આજે 10 વર્ષ પછી ગ્રીન બેલ્ટ બની ગઈ છે.

આ કામમાં અનેક સંસ્થાઓનો સહયોગ મળવા લાગ્યો

મુરુકેસનને સ્વામીનાથન ફાઉન્ડેશન અને ગ્રાસરૂટ જેવા ગ્રુપો તરફથી ટેકો મળ્યો છે. તેમનું કામ ચેરાઈ, ઉત્તર મુલાવક્કડ, વલ્લરપદમ અને ચેલાનમમાં જોઈ શકાય છે. મુરુકેસન અને તેમના પ્રયાસોને કારણે આજે કોચીના કિનારા પર એક લાખથી વધુ મેન્ગ્રોવ છે. તે તેનું વાવેતર બંધ કરવાનો કોઈ ઈરાદો નથી, તે આખી જિંદગી મેન્ગ્રોવનું વાવેતર ચાલુ રાખવા માંગે છે. આ સાથે તે બીજાને પણ મેન્ગ્રોવનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

“ક્યારેય થાક્યા નથી મુરુકેસ”

મુરુકેસન પોતાના કામ માટે ક્યારેય પણ શ્રેય લેતા નથી. તેમણે આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ જો આજે કેરળ અને દુનિયાના લોકો તેમને ઓળખે છે તો તે માત્ર તેમના કામના કારણે જ ઓળખે છે. તેઓ અત્યારે પણ લોકોને દર વર્ષે ઓછામાં ઓછા 10 વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો: શિંગોડા છે ચમત્કારિક ફળઃ થાઇરોઇડ કન્ટ્રોલથી લઇને વેઇટલૉસમાં ઉપયોગી

Back to top button