અમદાવાદમાં ધો.12 સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપશે, જાણો શું છે કારણ
- ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું
- પૂરક પરીક્ષા માટે ધોરણ.12 સાન્સમાં 34 હજાર કરતાં વધુ વિદ્યાર્થી નોંધાયા
- આ વખતે પ્રથમવાર ધોરણ.12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે
અમદાવાદમાં ધો.12 સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપશે. જેમાં જૂનમાં યોજાનાર પૂરક પરીક્ષા માટે સાયન્સમાં 34 હજારથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. તેમાં ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું છે. તેમજ પૂરક પરીક્ષા માટે 14 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત: તમામ રેશનકાર્ડધારકોએ આ કામ કરવુ છે જરૂરી, નહિ તો કાર્ડ સાયલન્ટ કરી દેવાશે
આ વખતે પ્રથમવાર ધોરણ.12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂનમાં યોજાનાર પૂરક પરીક્ષા માટે ધોરણ.12 સાન્સમાં 34 હજાર કરતાં વધુ વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 8 હજાર જેટલા એવા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યુ છે, જેઓ બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા છે. પરંતુ ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું છે. આ વખતે પ્રથમવાર ધોરણ.12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ-12 સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયા હોય અથવા તો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય તે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી સાયન્સમાં 3 વિષયમાં જ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી.
22 મે સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી
ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષા માટે એક કે તેના કરતા વધુ વિષયમાં નાપાસ થયેલા અને ગેરહાજર રહેલા 26,828 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, પરંતુ તેમને પરિણામ સુધારવું છે તેવા પણ 7,999 વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. પૂરક પરીક્ષા માટે 14 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ 21 મે સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. જોકે, ત્યારબાદ ફોર્મ ભરવાની મુદ્દતમાં એક દિવસનો વધારો કરાયો હતો અને 22 મે સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.