- ખાનગી એજન્સી દ્વારા ફીમાં ધરખમ વધારો કરાતાં ભારે આક્રોસ
- માર્કશીટ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કામગીરી ખાનગી એજન્સીને
- યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાંથી ખાનગી એજન્સીની હકાલપટ્ટી
અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓ લૂંટાયા છે. જેમાં હવે ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાંથી ખાનગી એજન્સીની હકાલપટ્ટી થઇ છે. માર્કશીટ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કામગીરી ખાનગી એજન્સીને આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતની ઠંડીમાં આંશિક ઘટાડો, જાણો કયા શહેરનું તાપમાન સૌથી ઓછુ રહ્યું
ખાનગી એજન્સી દ્વારા ફીમાં ધરખમ વધારો કરાતાં ભારે આક્રોસ
માર્કશીટ વેરિફિકેશનની ફી રૂ.50થી વધારી રૂ.404 કરી છે. ટ્રન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરના રૂ.500થી વધારી 736 કરાયા, , ડિગ્રી વેરિફિકેશનમાં 200થી વધારી 554 કરાયા અને માઈગ્રેશન સર્ટિફિકેટનાં રૂ.110થી વધારી રૂ.452 કર્યાં હતા. જેનો વિરોધ થતાં પ્રથમ તબક્કે યુનિ.એ ઓનલાઈનની સાથે ઓફલાઈન કામગીરી ચાલુ રહેશે તેવી જાહેરાત કરી એ પછી વિવાદ ન થંભતા ફી ઘટાડો પરત ખેંચ્યો હતો. એજન્સીને હટાવવાની માગ ઉગ્ર બનતાં યુનિ.એ એજન્સીને હટાવી પોતે કામગીરી સંભાળી લીધી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાએ એન્ટ્રી મારી, હાલ 7 એક્ટિવ કેસ જાણો કયા વિસ્તારમાં છે સૌથી વધુ દર્દી
એજન્સીએ ફી વધારો કરી લૂંટયા છતાં 10 મહિના કામ ચાલુ રાખ્યું
એજન્સીએ ફી વધારો કરી લૂંટયા છતાં 10 મહિના કામ ચાલુ રાખ્યું છે. એજન્સીએ કામગીરી શરૂ કરતાની સાથે જ ફીમાં ધરખમ વધારો કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન સહિતની ઓનલાઈન કામગીરી માટે સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરાયું હતું અને તેની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી. આ ખાનગી એજન્સી દ્વારા ફીમાં ધરખમ વધારો કરાતાં ભારે આક્રોસ ફેલાયો હતો, તેમ છતાં અંદાજે 10 મહિના સુધી એજન્સી પાસે જ કામગીરી રહેવા દીધી હતી. જોકે હવે આ એજન્સીની હકાલપટ્ટી કરવામાં આવી છે અને કામગીરી ખુદ ગુજરાત યુનિવર્સિટીએ સંભાળી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ ચર્ચા ઉઠી છે કે, ગુજરાત યુનિ. ખુદ કામગીરી સંભાળી શકતી હોવા છતાં એક એજન્સીને બખ્ખા કરાવવા માટે ગોઠવાણ પાડી હતી, જેમાં સફળતા મળી નહી.
આ પણ વાંચો: અમદાવાદ: તમારા પતંગની દોરી જીવલેણ નથી ને… જાણો કઇ રીતે બને છે ખતરનાક માંજો
એજન્સીએ કામગીરી શરૂ કરતાની સાથે જ ફીમાં ધરખમ વધારો કર્યો
ગુજરાત યુનિવર્સિટીના ગત જાન્યુઆરી-2023માં શરૂ થયેલા સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાં WES એપ્લિકેશન, માઈગ્રેશનમ સર્ટિફિકેટ, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, ઈન્ટરનશિપ કંપ્લીશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ એલીજીબિલીટી સર્ટિફિકેટ, માર્કશીટ/ડિગ્રી વેરિફિકેશન, સેકન્ડેયીઅર માર્કશીટ વેરિફિકેશન, મિડીયમ ઓફ ઈન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ (MOI) સહિતના પ્રમાણપત્રો ઓનલાઈન મળે તેવી સુવિધા કરાઈ હતી. જેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાયુ હતુ. આ એજન્સીએ કામગીરી શરૂ કરતાની સાથે જ ફીમાં ધરખમ વધારો કર્યો હતો.