ઓસ્માનિયા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે અજાણ્યા લોકો ઘૂસ્યા, વિદ્યાર્થિનીઓએ કર્યો હોબાળો


હૈદરાબાદ (તેલંગાણા), 27 જાન્યુઆરી: હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટ ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થિનીઓએ શનિવારે હંગામો મચાવ્યો હતો. ખરેખર, આ વિદ્યાર્થિનીઓ તેમના કેમ્પસમાં સુરક્ષા ઉલ્લંઘનને લઈને રોષે ભરાઈ છે. સમાચાર એજન્સી ANIના એક વીડિયો અનુસાર વિદ્યાર્થિનીઓ તેમની હોસ્ટેલની સામે બેસીને ‘અમને ન્યાય જોઈએ છે’ના નારા લગાવતા જોવા મળી હતી.
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ માત્ર વીસીને કેમ્પસમાં આવવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન એક પોલીસ કર્મચારીએ કહ્યું કે હોસ્ટેલના રહેતા લોકોને સમયસર તમામ સુરક્ષા સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ડીસીપી) રોહિણી પ્રિયદર્શિનીએ કહ્યું, હું ખાતરી આપુું છું કે, તમામ સુવિધાઓ કે કોઈપણ કામ કરવાની જરૂર હશે એ સમયની અંદર થઈ જશે. તમે જે સમયની માંગણી કરશે તો તે પૂર્ણ કરીશ.
#WATCH | Hyderabad: Female students protest at the Osmania University PG College, Secunderabad, alleging a security breach at the women’s hostel last night. Police present to probe the matter. pic.twitter.com/jY4KEoWYod
— ANI (@ANI) January 27, 2024
શું છે સમગ્ર મામલો?
ANI સાથે વાત કરતી વખતે DCPએ કહ્યું, ‘એક અજાણ્યો વ્યક્તિ દિવાલ પર ચઢીને ઓસ્માનિયા યુનિવર્સિટી કેમ્પસ પીજી ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ્યો હતો. અમને બપોરે 1:40 વાગ્યે ફોન આવ્યો હતો અને આરોપીને વિદ્યાર્થીઓએ પહેલાથી જ પકડી પાડ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, એક છોકરીએ હોસ્ટેલના વૉશરૂમમાં એક શખ્સે જોયું હતું. તે છોકરી ખૂબ જ ગભરાઈ ગઈ ને ત્યાંથી ભાગી ગઈ. આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ લોકોમાંથી એકને ઝડપી લેવાયો છે. વિદ્યાર્થીઓ કહ્યું , અમે ત્યાં હાજર બાકીના લોકોની પણ ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: બિહારની શાળામાં મધ્યાહ્ન ભોજન રાંધવા માટે બેન્ચ સળગાવતા હોબાળો