- રાજ્યની સ્કુલોમાં ઉનાળું વેકેશન થયું જાહેર
- 1 મેથી 4 જૂન સુધી શાળાઓમાં ઉનાળું વેકેશન
- 5 જૂનથી રાબેતા મુજબ નવુ સત્ર શરુ થશે
ગુજરાતી શાળાઓમા ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ 1 મેથી 4 જૂન સુધી 35 દિવસ દરમિયાન ઉનાળુ વેકેશન રહેશે.અને નવું શૈક્ષણિક સત્ર 5 જૂનથી શરુ થશે .
1 મેથી 4 જૂન સુધી રહેશે વેકેશન
ગુજરાત રાજ્ય સરકારે શાળાના વિધાર્થીઓના વેકેશન માટે તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ સરકારી શાળામાં અગામી 1 મેથી 4 જૂન સુધી સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશન રહેશે . મે મહિનાની શરૂઆતથી 35 દિવસ સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. અને 5 જૂનથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.
શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ઉનાળામાં વેકેશન જાહેર કરવામાં આવે છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામા ઉનાળું વેકેશનની જાહેરાત કરી દીધી છે.શિક્ષણ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરી ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે.
રાજ્યની તમામ શાળાઓમાં 35 દિવસનું વેકેશન રહેશે
ગુજરાતની ની પ્રા. શાળાઓમાં ઉનાળુ વેકેશન કરાયું જાહેર કરવામા આવ્યું છે. રાજ્યની પ્રાથમિક શિક્ષણ કચેરીએ ઉનાળું વેકેશન જાહેર કર્યું છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં 1 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યું છે. રાજ્યની તમામ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યું છે. આ સાથે જ પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓમાં બાળકોના વેકેશનની તારીખ એક સરખી રાખવા અંગે DEO અને DPEO ને સંકલન કરવા આદેશ કરવામા આવ્યો છે.
આ પણ વાંચો :RSS વડા મોહન ભાગવત આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, 8 વર્ષ બાદ જાહેર મંચ પરથી કરશે ‘સંબોધન’