ધોરણ 10-12ના વિદ્યાર્થીઓએ આ નિયમોનું કરવું પડશે પાલન

HD ન્યૂઝ ડેસ્ક, 7 ફેબ્રુઆરી, ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. રાજ્યનાં 1661 કેન્દ્ર પર ધોરણ-10, 12ના 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં અમુક કડક નિયમોનું પાલન કરવું પડશે. જેથી કરીને બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે અને પરીક્ષાને લઈને કોઈ વિવાદ ન સર્જાય. સાથે જ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ખોટી અફવાઓ, નકલી પ્રશ્નપત્રોની લાલચ અને ગેરરીતિના પેંતરાથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે.
ધોરણ-10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે.પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 15માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીએ પરીક્ષા શરૂ થયાના અડધો કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવા સૂચના આપવામાં આવી છે. ત્યારે જાણો જે વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષા આપવા જવાના છે તેઓએ આ નિયમો જાણવા જરૂરી છે.
વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેઓએ તો આ નિયમ જાણવા જરૂરી જ છે. વિદ્યાર્થીઓ બુટ અને મોજાં પહેરીને શક્ય હોય તો પહેરીને નહિ આવવા સૂચના આપવામાં આવી છે. જે વિદ્યાર્થી બુટ મોજાં પહેરીને આવ્યા હશે તેઓએ બુટ મોજાં પરીક્ષા ખંડની બહાર કાઢીને પ્રવેશ મેળવવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેટર લઈ જવા પર પ્રતિબંધ છે જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાદુ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહિ.
દરેક વિદ્યાર્થીઓ મોબાઈલ, ડીજીટલ વોચ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગેરરીતિ ડામવા માટે જ પરીક્ષાના તમામ ઉમેદવારો તેમનો બેઠક નંબર પ્રશ્ન પત્ર પર લખવો ફરજિયાત છે. તેની કાળજી ખંડ નિરીક્ષકે રાખવાની છે તેવી સૂચના આપવામાં આવી છે. આ અંગે બેદરકારી દાખવનાર ખંડ નિરીક્ષક સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે વિષયની પરીક્ષા હોય તે વિષયના શિક્ષકોને તે વિષયના પ્રશ્નપત્ર સમયે નિરીક્ષકની ફરજથી દૂર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો..અદાણીનો લાડલો આજે સાત ફેરા લેશે, અમદાવાદમાં લગ્ન; આટલા મહેમાનો હાજરી આપશે